જામનગર પાલિકા ટેક્સ કલેક્શન વાન પર ભીડ જામી
મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી ટેક્સ કલેક્શન વેન શુક્રવારના પટેલ કોલોની શેરી નં.8 અને 9 માં આવી હતી. જેમાં વેરો ભરવા લોકો ઉમટી પડયા હતા. કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજીયાત છે. પરંતુ ટેક્સ કલેક્શન વાનમાં વેરો ભરવા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.
– નિશાંત માવાણી (જામનગર)