જામનગરમાં પાર્ક કોલોની પાસે ખાનગી બેંકના બીજા માળે શોર્ટ સર્કિટના કારણે આગ
પોશ વિસ્તાર વિરલ બાગ નજીક પાર્ક કોલોની પાસે એચડીએફસી બેંક શાખાના બીજા માળે સીપલાઇઝર યુનિટમાં શુક્રવારે સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ટીમ ઘટના સ્થળે દોડી જઇ વીજ પુરવઠો બંધ કરાવી આગ બુઝાવી હતી. સ્ટેબીલાઇઝર, અને અમુક ફર્નીચર પણ સળગી ગયું હતું.
– નિશાંત માવાણી (જામનગર)