રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિરમાં કોરોના જાગૃતિ દર્શાવતી કાપડની થેલીઓનું વિતરણ

રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિરમાં કોરોના જાગૃતિ દર્શાવતી કાપડની થેલીઓનું વિતરણ
Spread the love
  • પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરી કપડાની થેલી વાપરવા ગામેગામ લોકોને પર્યાવરણનો મેસેજ આપતા માંગરોળના મહેન્દ્રભાઈ એક લાખથી વધુ થેલીનું વિતરણ કર્યું.
  • સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, આરોગ્ય એપ ડાઉનલોડ કરવા, માસ્ક પહેરવા જેવી સૂચનાઓ વાળી થેલીઓ આપી જાગૃતિનું કામ કરતા મહેન્દ્રભાઈ પ્રજાપતિની અનોખી સેવા.

છેલ્લા 75 દિવસથી કોરોનાની મહામારી થી બચવા સરકારે લોકડાઉનલોડના નિયમો બનાવી લોકોને માસ્ક અને સોશિયલ જાળવવા અનુરોધ કરી રહી છે. ત્યારે નાદોદનું તાલુકાના માંગરોળ ગામના સેવાભાવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ ગામેગામ ફરીને લોકોને લોકજાગૃતિનું કામ કરી રહ્યા છે. જેમાં પ્લાસ્ટિકની થેલીઓના વાપરવા કાપડની થેલીઓ વાપરવા અનુરોધ કરી પર્યાવરણનો મેસેજ આપતા મંગલના મહેન્દ્રભાઈ પ્રજાપતિએ એક લાખથી વધી વધુ થેલીઓ નું ગામેગામ વિતરણ કર્યું છે.

આજે રાજપીપળા હરસિદ્ધિ માતા મંદિર ખુલતા પહેલે દિવસ દર્શન કરવા આવેલા ભક્તોને કોરોના જાગૃતિ દર્શાવતી કાપડની થેલીઓનું વિના મૂલ્ય વિતરણ કર્યું હતું. જેના માધ્યમથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા, માસ્ક પહેરવા, ઘરની બહાર ન નીકળવા સ્વચ્છતા જાળવવા, વારંવાર સાબુથી હાથ ધોવા બાળકો, વડીલો નું ધ્યાન રાખવા અનુરોધ કરતા લખાણ સૂચનો વાળી થેલી આપી. જાગૃતિનું કામ કરતા, મહેન્દ્રભાઈ પ્રજાપતિની અનોખી સેવા અને લોકોએ બિરદાવી હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

IMG-20200608-WA0016.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!