‘કોરોનામુક્ત’ સર્ટી.રજિસ્ટ્રેશન માટે ફરજિયાત
- જામનગરમાં ઓનલાઈન પ્રક્રિયા શરૂ, પ્રથમવાર આવું સર્ટી. મંગાશે
અમરનાથ યાત્રાની રજીસ્ટ્રેશન પ્રક્રિયા જામનગરમાં ઓનલાઇન શરૂ થઈ ગઈ છે અને તેમાં પ્રથમવાર કોરોના મુક્ત’ હોવાનું સર્ટિફિકેટ માનવામાં આવ્યું છે. કાશ્મીરમાં પવિત્ર બાબા અમરનાથની યાત્રામાં જામનગરના હજારો લોકો દર વર્ષે જોડાઈ છે ત્યારે હાલ આ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે જેમાં ઓનલાઈન ફોર્મમાં દર વખતે મેડિકલ સર્ટિફિકેટ જોવાનું હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ પ્રથમ વખત યાત્રા રજિસ્ટ્રેશન માટે ‘કોરોનામુક્ત’ સર્ટિફિકેટ પણ મંગાવું છે.
જી.જી. હોસ્પિટલમાંથી મળશે આ સર્ટિફિકેટ કોવિડ-19 એટલે કે કોરોનાના લક્ષણો છે કે નહીં તેની તપાસ જી.જી.હોસ્પિટલના કોવિડ હોસ્પિટલના કુલ ઓ.પી.ડી.માં થાય છે જે તપાસણી કરીને લગત વ્યક્તિને સર્ટિફિકેટ લખી આપે છે. – એસ.એસ.ચેટરજી, એસી. ડીન, એમ.પી.શાહ, મેડિકલ કોલેજ, જામનગર.