નર્મદાના દરેક ગામને સ્વતંત્ર પંચાયતનો દરજ્જાનો મુદ્દો કોરોનામાં અટવાતાં આદિવાસી સંગઠનો સક્રિય

નર્મદા જિલ્લાના દરેક ગામને સ્વતંત્ર ગ્રામપંચાયત નો દરજજો આપવાના મુદ્દે આદિવાસી સંગઠનો છેલ્લા કેટલાક વખતથી લડાઈ લડી રહ્યા હતા. પણ આ મુદ્દો કોરોનામાં અટવાઇ ગયો હતો, હવે આદિવાસી સંગઠનો આ મુદ્દે ફરીથી સક્રિય બન્યા છે. આ અંગે અમુક સંગઠનને મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ માં ફરિયાદ કરી છે અને નર્મદા કલેકટર ને આવેદન આપ્યું છે.
આદિવાસી મુલનિવાસી સંગઠનના પ્રમુખ અને રાજપીપળા નગરપાલિકા પૂર્વ સદસ્ય મહેશભાઈ સરાદભાઈ વસાવાએ મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત નર્મદા કલેકટર ને નર્મદા જિલ્લાના દરેક ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયત ના દરજજા આપવા માટે નર્મદા જિલ્લા વિકાસ અધિકારી એ કરેલા હુકમનો લાંબા સમયથી અનાદાર થઈ રહ્યો હોય ન્યાયની માંગણી કરેલ છે.
જેમાં જણાવ્યું છે કે અમો આદિવાસી મુલનિવાસી સંગઠન નર્મદા જિલ્લા દ્વારા નર્મદા જિલ્લાના દરેક ગામને સ્વતંત્ર ગ્રામપંચાયતનો દરજજો આપવામાં આવે તેવી વિનંતી સાથે તા.24 /1/2019 અને તા. 14/10 /2019 ના રોજ નર્મદા જિલ્લા વિકાસ અધિકારી, નર્મદા જિલ્લા પંચાયત અને કલેકટર અને મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ વિકાસ કમિશ્નન અને મંત્રી ગ્રામ વિકાસ ગૃહ નિર્માણ અને પંચાયત વિભાગ તથા ગુજરાત રાજ્યના વહીવટી અધિકારીને સંબોધીને આવેદન આપ્યું હતું.
જેના અનુસંધાને મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ વિકાસ કમિશનર ગુજરાત રાજ્યએ જિલ્લા વિકાસ અધિકારી નર્મદા જિલ્લા પંચાયતના યોગ્ય હુકમ કરતાં નર્મદા જિલ્લાના તમામ પાંચ તાલુકાઓના તાલુકા વિકાસ અધિકારી ઓને તા.30/4/20, તા. 23 /10/ 19, તા. 15/11/19 ના પત્ર લખી નર્મદા જિલ્લા ગ્રુપ ગ્રામ પંચાયતના વિભાજન અંગે દરખાસ્તો મંગાવવામાં આવી હતી.
આ અધિકારીએ નર્મદા જિલ્લા પંચાયતના અને હુકમનો અનાદર અને ઉલ્લંઘન કરી જરૂરી માહિતી પહોંચાડી, ગ્રામ પંચાયતના લોકોના ભારતીય બંધારણ ના હકો મળવા આવતા અટકાવવાનું કૃત્ય કરેલું, હોવાનો આક્ષેપ કર્યો હતો. હવે ફરીથી નર્મદા જિલ્લામાં આવેલ ગૃપ ગ્રામપંચાયતનું વિભાજન કરી ગ્રામ પંચાયત સમયથી દર્શન ઠરાવ સાથે દરખાસ્તો નર્મદા જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવે તેવી માગણી કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા