રાજપીપલા : નર્મદામા વધુ એક પોઝિટિવ કેસ આવ્યો

- અમદાવાદ થી આવેલ અક્તેશ્વર 21વર્ષીય યુવતી નો પોઝિટિવ કેસ
- રાજપીપલા કોવીદ હોસ્પિટલમા દાખલ કરાઇ
- આજે 40 સેમ્પલ વડોદરા મોકલ્યા
નર્મદા જિલ્લા મા વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. અમદાવાદ થી આવેલ અક્તેશ્વર 21વર્ષીય યુવતી નો પોઝિટિવ કેસ આવતા રાજપીપલા કોવીદ હોસ્પિટલમા દાખલ કરાયા. રાજપીપલા તા 11ગઈ કાલે એક વાગડિયા નો એક પોઝિટિવ કેસ સાજા થયા બાદ આજે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો હતો. એપેડેમિક ઓફિસર ડો .કશ્યપ ના જણાવ્યા અનુસાર ગરુડેશ્વર તાલુકાના અકતેશ્વર ગામનો 21 વર્ષીય યુવતી શીતલ પ્રદીપ પટેલ નો કેસ પોઝિટિવ આવ્યો છે.
આ યુવતી 9તારીખે અમદાવાદથી અકતેશ્વરઆવી હતી .તેનો 10 તારીખે સેમ્પલ મોકલે લો . જે આજે પોઝિટિવ આવતા તેને રાજપીપલા કોવીદ હોસ્પિટલમા દાખલ કરાઈ છે આમ નર્મદા મા આજની તારીખે કૂલ 6એક્ટિવ કેસ હોવા નુ જણાવ્યુ છે .આજે 40 સેમ્પલ વડોદરા મોકલ્યા હતા. જિલ્લામાં આજદિન સુધી નોધાયેલા કુલ-24 પોઝિટિવ કેસો પૈકી સાજા થયેલા કુલ -૧૯ દરદીઓને રજા અપાઇ છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કુલ- 6 દરદીઓ સારવાર હેઠળ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા