સાબરકાંઠા જિલ્લામાં નવા 2 કોરોનાના કેસ નોંધાયા કુલ 105 કેસ નોંધાયા
- સાબરકાંઠા જિલ્લામાં નવા બે કોરોનાના કેસ નોંધાયા કુલ ૧૦૫ કેસ નોંધાયા
- જિલ્લામાં કુલ ૮૯ દર્દી કોરોના મુક્ત થયા તેમજ ૫ કોરોનાના દર્દીઓના મોત થયા
સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્ર્મણના કેસ વધી રહ્યા છે. આ સંક્ર્મણને ફેલાતુ રોકવા માટે વહિવટી તંત્ર યુધ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. લોકોમાં કોરોનાને લઈને જાગૃતિ ફેલાવો, સેનિટાઇઝેશન , ફરજીયાત માસ્ક વગેરે બાબતે ખાસ ધ્યાન લેવામાં આવી રહ્યું છે. જિલ્લામાં ગુરૂવારે બે લોકોના કોરોનાના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
જેમાં આ હિંમતનગરના આગિયોલ ગામના એક ૬૫ વર્ષિય વૃધ્ધનો તેમજ ૪૦ વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જિલ્લામાંથી અત્યાર સુધીમાં કોરોનાના ૧૦૫ દર્દી નોંધાયા છે જેમાંથી ૮૯ દર્દી કોરોના મુક્ત થયા છે. જયારે ૫ કોરોના દર્દીના દુ:ખદ મૃત્યુ થયા હતા. હાલમાં ૧૧ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)