સાબરકાંઠા જિલ્લામાં ચોમાસા સંદર્ભે ‘ફલડ કંટ્રોલરૂમ’ કાર્યરત કરાયો
સાબરકાંઠા જિલ્લામાં વરસાદના પગલે તેમજ ચોમાસા સંદર્ભે હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે ‘ફ્લડ કંટ્રોલરૂમ’ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત કરાયું છે. સાબરકાંઠામાં જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ ૨૪*૭ કલાક ચાલુ રહેશે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનુ આગમન થઈ ચુક્યું છે. તેમજ જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી જ મેધરાજાએ ઘમાકેદાર એન્ટ્રી કરી છે. ચોમાસામાં વરસાદના પગલે વહીવટીતંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે જિલ્લા કલેકટરશ્રી સી.જે. પટેલના માર્ગદર્શન હેઠળ સંબંધિત વિભાગના અધિકારીઓ કામ કરી રહયા છે. ચોમાસા સંદર્ભે જિલ્લા કક્ષા એ કંટ્રોલરૂમ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવન ખાતે ટોલ ફ્રી નં- ૧૦૭૭ તેમજ ટેલીફોન નં. ૦૨૭૭૨ -૨૪૯૦૩૯ કાર્યરત કરાયા છે. આ નંબર પર જિલ્લાની જનતા ઇમરજન્સી સમયમાં ફોન કરી જાણકારી કે મદદ માંગી શકશે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)