ચોમાસા દરમિયાન જવાનપુર જળાશય યોજના નજીકના ગામો માટે તાકિદ

Spread the love

કાર્યપાલક ઇજનેર હિંમતનગર સિંચાઇ વિભાગ હિંમતનગરની યાદી જણાવે છે કે મોજે જવાનપુરા તાલુકો તલોદ જીલ્લો સાબરકાંઠા પાસે મેશ્વો નદી ઉપર વિભાગ દ્વારા જવાનપુરા જળ સંપત્તિ યોજના બનાવવામાં આવેલ છે. આથી જાહેર ચેતવણી આપવામાં આવે છે કે ચાલુ વર્ષ ચોમાસુ ૨૦૨૦ દરમિયાન સરકારશ્રીના નિયમોનુસાર જવાનપુરા બેરેજના તમામ દરવાજા તારીખ ૧/૬/૨૦૨૦થી તારીખ ૩૧/૮/૨૦૨૦ સુધી ખુલ્લા રાખવામાં આવનાર છે. જેથી સદરહું આ સમયગાળા દરમિયાન ડેમના તમામ દરવાજા ખોલી મેશ્વો નદી માં આવતા પૂરના પ્રવાહને પાસ કરવામાં આવનાર છે.

નદીમાં પૂર દરમિયાન ડેમની નીચે વાસના તલોદ તાલુકાના બડોદરા પનાપુર નાણા સીમલીયા ગઢવાલ લાલાની મુવાડી મહેકાલ તથા દહેગામ તાલુકાના વાડોલ બાવળની મુવાડી માસંગ ખાખરા ગામોમાં રહેતા તથા અન્ય તમામ માણસોને મેશ્વો નદીના સદરહુ ગામોના નજીક આવેલ વહેણ વિસ્તાર (પટ)માં આવવાની મનાઈ ફરમાવવામાં આવે છે. તેમજ ઢોરઢાંખર લઈ નદીમાંથી પસાર ન થવા દેવા તાકીદ કરવામાં આવે છે. સરકારશ્રીના નિયમોનુસાર જવાનપુરા બેરેજના તમામ દરવાજા તારીખ ૧/૯/૨૦૨૦ થી બંધ કરવામાં આવશે.

તેમ છતાં સરકારશ્રીના નિયમોનુસાર જળાશયમાં પાણીની સપાટી જાળવી રાખવા વધારાના પાણીને છોડવાનું રહેશે તો તે અંગે સાવચેતી રાખવા આથી તાકીદ સુચના આપવામાં આવે છે. આ સૂચનાનું પાલન ન કરવાથી કે આવા ગેરકાયદેસર નદીમાં પ્રવેશને કારણે દુર્ઘટના અકસ્માત થવાની સંભાવના છે. જેની સંબંધિત વિસ્તારની જનતાએ નોંધ લેવા વિનંતી છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!