બાબરામાં કોરોનાનો એક પોઝીટીવ કેસ નોંધાયો

- બાબરામાં એક અને ધારીના ભાડેર માં એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયા
અમરેલી જીલ્લામાં કોરોનાનો હાહાકાર છે. જીલ્લા માં દિવસેને દિવસે કેસોમાં વધારો થય રહ્યો છે. ત્યારે જીલ્લામાં આજે વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા છે. જીલ્લાના બાબરામાં પ્રથમ પોઝીટીવ કેસ નોંધાયો છે. બાબરા તાલુકાના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. ત્યારે બીજો એક કેસ ધારીના ભાડેર ગામે નોંધાયો છે. અમરેલી જીલ્લા માં આજે આવેલ વધુ બે પોઝીટીવ કેસમાં ધારી તાલુકાના ભાડેર ગામે રહેતા એક ૨૦ વર્ષીય યુવાન તારીખ ૯ જુનના રોજ અમદાવાદથી આવ્યા હતા. તેઓને તાવ, સરદી, જેવા લક્ષણો જણાય આવતા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો છે. બીજો પોઝીટીવ કેસ બાબરા શહેરમાં રહેતા એક ૪૨ વર્ષીય પુરૂષ તારીખ ૨૬ મેના રોજ અમદાવાદથી આવ્યા હતા.
તેઓને તાવ, સરદી, જેવા લક્ષણો જણાય આવતા સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો છે. બાબરા તાલુકા માં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા વહિવટી તંત્ર દોડતું થય ગયું છે. સાથે તાલુકાના લોકોમાં ભયનું મોજુ ફેલાયું છે. આજે આવેલ કેસોના કોન્ટેક્ટ માં આવેલા તમામના ટ્રેસીંગ ની કાર્યવાહી તેમજ દર્દીઓના રહેઠાણની આસપાસના વિસ્તારને કેન્ટોનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્રારા હાથ ધરવામાં આવી છે. અમરેલી જીલ્લા માં હાલ ૨ દર્દીઓના દુ:ખદ અવસાન થયા છે અને જીલ્લા માં ૧૦ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. આમ જીલ્લા માં કુલ ૨૦ પોઝીટીવ કેસમાં થી હાલ ૮ એક્ટિવ કેસ છે. જેઓની હાલ સારવાર શરૂ છે.
રિપોર્ટ : હિરેન ચૌહાણ (બાબરા)