રાજુલા જાફરાબાદના પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીને મહત્વનુ સ્થાન આપવા રજૂઆત

રાજુલા જાફરાબાદના પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય અને કોળી સેના ગુજરાત રાજ્ય પ્રમુખ હિરાભાઈ સોલંકી દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે હમારા કોળી સમાજ ખુબ મોટી સંખ્યામાં છે તો ગુજરાતભરમાથી હિરાભાઈ સોલંકીને દરેક કોળી સમાજના આગેવાનો વારંવાર રજુઆત કરતા હતા કે ખુબ મોટો કોળી સમાજ હોવા છતાં ભાજપ સરકારમા કોળી સમાજને મહત્તમનુ સ્થાન નથી.
દરેક કોળી સમાજ આગેવાન જુદાજુદા સંગઠનનોના પ્રમુખોની રજૂઆતને લઈને હિરાભાઈ સોલંકી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગ્રુહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબને રજૂઆત કરવામાં આવી હતી કે હમારા કોળી સમાજના કોઈપણ સાંસદને દિલ્લીમાં સ્થાન મળે અને કોઈ પણ સંગઠનમા મહત્વનુ સ્થાન આપવામાં આવે.
રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)