જૂનાગઢમાં આત્મહત્યાના વિચાર કરતી સર્ગભા મહિલાની વહારે પહોંચી 181 અભયમ ટીમ
જૂનાગઢ : જૂનાગઢમાં આત્મહત્યાનો વિચાર કરતી સગર્ભા મહિલાની વહારે ૧૮૧ અભયમ ટીમ આવી હતી. કાઉન્સેલર ડાયબેન માવદિયા, કોન્સ્ટેબલ ભારતીબેન મકવાણા અને પાયલોટ રાજેશભાઇ ગઢવી સહિત તમામ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સ્થળ પર મહિલાનુ કાઉન્સેલીંગ કરતા જાણવા મળ્યું કે એક વર્ષ પહેલાં બંને પક્ષો એ સામાજિક રીતરિવાજ પ્રમાણે રાજીખુશીથી પૂનઃ લગ્ન કર્યા હતા. મહિલાના પતિ ને પહેલી પત્ની ના બે સંતાનો પણ હતા.
હાલ મહિલા સગર્ભા હતી અને મહિલાના પતિ ને કોઈ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતા મહિલા એ પતિ ને ઘણી વાર સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ પતિ સમજવા તૈયાર ન હતા. પતિ નાના મોટા ઝઘડા કરવા લાગ્યા અને થોડાક સમયથી મહિલાના પતિ પત્નીની નાની નાની ભૂલો કાઢી રોજ વારંવાર માનસિક શારિરીક ત્રાસ ગુજારવા લાગ્યા હતા. વારંવાર મહિલાને તેમના પિયર જતી રહેવાનું કહેતાં હોય તેમના પતિ એ પોતાની પત્નીને મારકૂટ કરી ને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી. મહિલાએ ૧૮૧ અભયમ ની મદદ લીધી હતી.
પતિ ના ત્રાસ થી છુટકારો મેળવવા કંટાળીને આપઘાત કરવાના વિચારો કરવા લાગી હતી. ત્યારે કાઉન્સેલરે મહિલા ને પોતાના ગર્ભમાં રહેલ બાળકનો વિચાર કરવા સમજાવ્યા ને આપઘાત ના વિચાર થી મુક્ત કર્યા હતા. મહિલા પોતાનો ઘર સંસાર આગળ ચલાવવા માંગતા હતા તેથી પતિનુ કાઉન્સેલીંગ કરી ને લગ્ન બાદ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ કાનૂનન અપરાધ છે. દુષ્કર્મ સહિતનો ગુનો દાખલ થઈ શકે છે તેવી કાયદાકીય માહિતીની સમજણ આપતા પતિ ને કાયદાકીય ભાન થતા પત્નીને સ્વીકારી હતી. તેમજ પછી અન્ય સ્ત્રી સાથે સબંધ નહીં રાખે અને ભવિષ્યમાં ફરી પત્ની સાથે મારકૂટ નહીં કરે અને માનસિક શારિરીક ત્રાસ નહીં આપે તેવી ખાતરી આપી આપી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ