સાબરકાંઠાના હાથરોલ પાસે “પાટલા ઘો”ની તસ્કરી ઝડપાઈ
સરડોઈ : સાબરકાંઠા જિલ્લાના હાથરોલ ત્રણ રસ્તા પાસે વન વિભાગની ટીમે ગેરકાયદેસર રીતે ચાલતા “પાટલા ઘો”ની તસ્કરી નો પર્દાફાસ કર્યો છે. ગુરુવારે વનવિભાગના કર્મચારીઓ જંગલ વિસ્તારમાં રાઉન્ડ ઉપર નીકળ્યા હતા તે સમયે બાઈક ઉપર સવાર પાંચ વ્યક્તિ શંકાસ્પદ જણાતા તેમને અટકાવીને તલાશી લેતાં કોથળામાંથી ચાર “પાટલા ઘો” મડી આવી હતી. “પાટલા ઘો” રક્ષિત પ્રાણી હોવાથી વન વિભાગે પકડાયેલા પાંચ ઈસમો સામે કાયદેસરની તપાસ શરૂ કરી તમામને કોરોનો ટેસ્ટ માટે હોસ્પિટલ માં ખસેડ્યા છે. “પાટલા ઘો” સાથે પકડાયેલા આરોપીઓ દેવીપૂજક છે અને પ્રાથમિક તપાસમાં “પાટલા ઘો” ગર્ભવતી મહિલાને માંસ ખવડાવવા માટે પકડી હોવાનું જણાવ્યું છે.
રિપોર્ટ : દિનેશ નાયક (સરડોઈ)