ખંભાળિયાના યુવકે ફેસબુક પર વીડિયો શેર કરવા મામલે ધમકી
- બે સામે ફરિયાદ, એને પોલીસે પીધેલી હાલતમાં પકડી પાડયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગોવિંદ તળાવ વિસ્તારમાં રહેતા ચંદુભાઈ અરજણભાઈ રુડાચ નામના છત્રીસ વર્ષના એક ગઢવી યુવાને તાજેતરમાં એક અજાણી વ્યક્તિનો વિડીયો ફેસબુક પર શેર કર્યો હતો આ બાબતનો ખાર રાખીને નારણ કેશુભાઈ જામ પોતાની સાથે અન્ય એક શખ્સને સાથે લઇ મોડી સાંજે તલવાર સાથે ધસી આવ્યો હતો. આ બન્ને શખ્સો શારદા સિનેમા રોડ પર ચંદુભાઈને અટકાવી, બિભત્સ ગાળો કાઢી, તલવાર વડે આરોપી નારણ જામ મારવા દોડ્યો હતો. એટલું જ નહીં, આરોપી દ્વારા યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારવામાં આવી હોવાનો બનાવ બહાર આવ્યો છે.
આ બનાવનો ભોગ બનનાર ચંદુભાઈ રૂડાચની ફરિયાદ પરથી ખંભાળીયા પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વાય.પી.રાઠોડએ હાથ ધરી છે. આ બનાવની ફરિયાદના પગલે ખંભાળિયા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપી નારણ કેશુરભાઇ જામને ચાર રસ્તા વિસ્તારમાંથી રાત્રે પીધેલી હાલતમાં પકડી પાડીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવના પગલે ખંભાળિયા પંથકમાં ભારે ચકચાર જાગી હતી.
-રોહિત આર. મેરાણી (જામનગર)