ખંભાળિયામાં ઓઈલ મીલ સંચાલકે બેચેનીથી કંટાળી લમણામાં ગોળી ધરબી આપઘાત કર્યો

- બપોરે 1 વાગ્યે પુત્ર અને ભાણેજને ફટાકડો ફૂટવા જેવો અવાજ આવતા બન્ને દોડી ગયા તો રામ ભાઈનો લોહીલુહાણ મૃતદેહ જોવા મળ્યો
ખંભાળિયાના ઓઈલ મીલ સંચાલક અને આહિર જ્ઞાતિના અગ્રણી વૃદ્ધે રિવોલ્વરમાંથી લમણામાં ગોળી ધરબી આપઘાત કરી લેતા પંથકમાં ભારે અરેરાટી પ્રસરી ગઇ છે. ઘટનાની જાણ થતા ખંભાળિયા પોલીસ કાફલો તેમજ ડીવાયએસપી સહિતનો પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો, પોલીસે આપઘાત પાછળનું પ્રાથમિક કારણ છેલ્લા કેટલાક મહિનાથી માનસીક બેચેન રહેતા હોવાથી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવ્યું છે.
ખંભાળિયાના યોગેશ્વર નગર વિસ્તારમાં મહાદેવના મંદિર પાસે રહેતા અને ધરમપુર વિસ્તારમાં અશોક ઉદ્યોગ નગર નામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આશ્રય ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામની ઓઈલમીલ ધરાવતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના રામભાઈ સવદાસભાઇ આંબલીયા નામના 65 વર્ષના વૃદ્ધના ધર્મપત્ની પાંચેક વર્ષ પૂર્વે અવસાન પામ્યા હતા, ત્યારથી તેઓ તેમનો મોટાભાગનો સમય અશોક ઉદ્યોગ નગર ખાતે આવેલી તેમની ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે જ પસાર કરતા હતાં.
-રોહિત આર. મેરાણી (જામનગર)