અમે તો ભીખ માંગીને પણ ખાઈ લઈશું પરંતુ મૂંગા ઢોર પશુ-પંખીઓનું શું થશે ?

હાલ ચોમાસું માથે છે ત્યારે ખેતીકામમાં ખેડૂતો જોતરાઇ રહ્યા છે,ત્યારે કેવડિયામાં ફેન્સીંગ વાળને કારણે આદિવાસીઓ જમીન પર ખેડાણ કરી શકતા નથી તેથી આદિવાસીઓએ તંત્રના અધિકારીઓને મળેલી જમીન ઉપર ખેડાણ કરવા માટે મંજૂરી માંગી છે. કેવડીયા ગામના ગ્રામજનો જમીન ખેડવા બાબતના મુદ્દાને લઈને વહીવટદાર કચેરી પહોંચ્યા હતા. અને વહીવટદાર અધિકારીને જમીનની ખેડાણ બાબતે રજૂઆત કરી હતી. મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓએ ગ્રામજનોને જણાવ્યું હતું કે આ બાબતે તમારે કલેકટરને મળીને રજૂઆત કરવી પડશે અને તેઓ અમને જે હુકમ કરશે તે પ્રમાણે અમો આગળ કામ કરીશું.
કેવડીયા ગામના આગેવાન નરેશભાઈ એ જણાવ્યું હતું કે હાલમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે અને અમારા કેવડીયા ગામ માં વહીવટીતંત્ર દ્વારા ફેન્સીંગની જે કામગીરી કરવામાં આવી છે, તે વ્યાજબી નથી અમોને જમીન ઉપર ખેડાણ કરવા માટે મંજૂરી આપો. જેથી કરીને અમે અમારી આજીવિકા મેળવી શકીએ અમે તો ભીખ માંગીને પણ ખાઈ લઈશું, પરંતુ મૂંગા ઢોર પશુ- પક્ષીઓ નું શું થશે ? તેઓને અમે કઈ રીતે ઘાસચારો પૂરો પાડીશું ? જ્યારે નાયબ કલેકટર અને વહીવટદાર કચેરીના અધિકારી ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે કે વડીયા ગામના દસેક જેટલા રહીશો પોતાના પ્રશ્નો લઈને અમને મળવા આવ્યા છે.
હાલમાં ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે.જેથી અમોને ખેતી કરવા દો અને અમારી આજીવિકા મેળવવા દો તેવી રજૂઆત કરી છે. ગામ લોકોની લાગણીને માન આપીને તેઓએ જણાવ્યું છે કે તમે લોકો પણ સક્ષમ એથોરિટીને તમારા આ પ્રશ્ને રજૂઆત કરો. અત્યારે આ જમીન સરકારની છે, અને તમે લોકો સમક્ષ એથોરિટી અધિકારીને રજૂઆત કરતો તમારી લાગણીને યોગ્ય ન્યાય મળશે અને અમોને પણ સક્ષમ એથોરિટીને તમારો આ પ્રશ્ન પહોંચાડવાનો પ્રયત્ન કરીશું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)