રાજકોટ : કોરોનાએ વધુ એક દર્દીનો ભોગ લીધો, કનકનગરમાં રહેતા 55 વર્ષીય મહિલાનું મોત

રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં ૬ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. ત્યારે આજે કોરોનાએ વધુ એક મહિલાનો ભોગ લીધો છે. રાજકોટના સંતકબીર રોડ પર કનકનગર ૧૦ માં રહેતા ૫૫ વર્ષીય રેણુકાબેન જયવંતભાઈ ઝીઝુવાડિયાનું કોરોનાથી મોત નીપજ્યું છે. તેમને કોરોના વાયરસ પોઝીટિવ આવતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે કુલ અત્યાર સુધીમાં ૬ દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)