સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદ્દભુદ આકાશી નજારાના વિડિયો વાયરલ થતા પ્રવાસીઓમાં આનંદ

- ચોમાસાના પ્રારંભે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા
- સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓ લીલીછમ બની, આજુબાજુ પ્રકૃતિ સોળેકળાએ ઉઠી
- પાણીનો એસઓયુની આજુબાજુ ભરાતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે અદભૂત નજારો સર્જાયો
સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકડાઉનને કારણે પ્રવાસીઓ માટે બંધ કરાયા હતા.જેને 110 દિવસ પૂર્ણ થયા છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ છે, ત્યારે વરસાદને કારણે સ્ટેચ્યુની આજુબાજુનો વિસ્તાર લીલોછમ દેખાઈ રહ્યો છે, ત્યારે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌંદર્યનો અદ્દભુદ આકાશી નજારાના વિડિયો વાયરલ થતા પ્રવાસીઓ માં આનંદની લાગણી જોવા મળી છે.ઉપરવાસ માં સારા વરસાદ અને ઉપરવાસના વીજ મથકો ચાલુ કરાતા નર્મદા ડેમમાં પાણી આવક થતા નર્મદા નદી માં પાણી છોડાયું હતું, અને આ પાણી એસઓયુ ની આજુબાજુ ભરાતા સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા પાસે અદભુત નજારો સર્જાયો છે. ચોમાસાના પ્રારંભે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.
પાવર હાઉસ ચાલુ કરવાથી નર્મદા નદીમાં 30 હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે. સ્ટેચ્યુની આજુબાજુના જંગલ વિસ્તારમાં વરસાદ થવાથી ખળખળ વહેતા ઝરણોઓ, લીલાછમ્મ ડુંગર સાથે સ્ટેચ્યુનો વિસ્તારનો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ પ્રવાસીઓ માટે ભલે સ્ટેચ્યુ બંધ છે, પણ અનલૉક -2 માં કે જે તે પછી જ્યારે પણ ચાલુ કરાશે, ત્યારે ચોમાસામાં કુદરતનો અદભૂત નજારો પ્રવાસીઓ જરૂર આકર્ષે સરકાર પણ પ્રવાસીધામો સત્વરે શરૂ થાય તે માટે પ્રવાસીઓને આકર્ષવા નવા પ્રોજેક્ટનું કામ પણ ચાલુ કરી દીધું છે. હાલ સ્ટેચ્યુ પરિસર અને આજુબાજુમાં આવેલ વેલી ઓફ ફ્લાવરના રંગબેરંગી ફૂલોનો પણ અદ્ભુત સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. જ્યારે પણ સ્ટેચ્યુ શરૂ થશે, ત્યારે પ્રવાસીઓને કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો જોવા મળશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા