વિજયનગર PSIએ જુગાર કેસમાં રૂ. 10 લાખ પડાવ્યાના આક્ષેપ

Spread the love

સરડોઈ : સાબરકાંઠા ના વિજયનગર માં ગત સપ્તાહે થયેલ જુગારની રેડ ના આરોપી બેકરીના વહેપારી લક્ષ્મણ કે.પટેલ ના મોત પછી વાઇરલ થયેલ સુસાઈ ડ નોટ માં વિજયનગર પી.એસ.આઇ. એમ.વી. કોટવાલે રૂ.૧૦ લાખ પડાવ્યા ના આક્ષેપ થી પોલીસ વડા ચૈતન્ય માંડલિક દ્વારા તપાસ ના આદેશ આપતા સનસનાટી મચી છે. બનાવની પ્રાપ્ત જાણકારી મુજબ વિજય નગરની પોળો માં આવેલી એક દરગાહ પાસે કેટલાક ઈસમો હારજીત નો જુગાર રમતા હોવાની બાતમી ના આધારે પોલીસે રેડ કરી કેટલાક જુગારી ઓ ને પકડ્યા હતા.

જેમાં કેટલાક વગદાર ઈસમો ના નામ ફરિયાદ માં થી બાકાત રાખ્યા ની ફરિયાદ વચ્ચે જુગાર કેસ ના આરોપી વિજયનગર ના બેકરી ના વેપારી ના રહસ્મય મોત બાદ એક સુસાઈડ નોટ વાઇરલ થઈ છે જેમાં વિજયનગર પી.એસ.આઇ.સામે ગંભીર આક્ષેપ કરવામાં આવતા જુગાર ની રેડ અને ત્યાર બાદ ની તપાસ સામે અનેક સવાલ ઉભા થયા છે. જુગાર કેસ માં વેપારી ની કથિત સૂસાઇડ નોટ થી ખાખીવર્ધી ની આબરૂ ના ધજાગરા ઉડ્યા છે. સૂસાઈડ નોટ માં કરાયેલા આક્ષેપ માં ખરેખર તથ્ય કેટલું છે ?? તેની તપાસ ઇડર વિભાગીય પોલીસ વડા ને સુપ્રત કરાઈ છે.

દિનેશ નાયક

Admin

Dinesh Nayak

9909969099
Right Click Disabled!