ખેડબ્રહ્મા: વિદેશી દારૂ પર બુલ ડોઝર ફેરવી નાખ્યું

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ની હદમાં જુદી જુદી જગ્યાએ થી પકડાયેલ અંદાજે 79 લાખની કિંમતના વિદેશી દારૂ ના જથ્થાનો નાશ.
આજ રોજ તારીખ 1-7-2020 ના રોજ નાયબ કલેક્ટરશ્રી કૌશિકભાઈ મોદી સાહેબ ની હાજરીમાં ગોડાઉન ખાતે સ્ટોકની ગણતરી કરી પકડાયેલ વીદેશી દારૂની પેટીઓ ટર્બો અને ટેમ્પો માં ભરી ને ખેડબ્રહ્મા તાલુકાના વરતોલ ગામની સીમમાં કવોરી પાસે લઈ જવામાં આવ્યો હતો અને તેના પર બુલ ડોઝર ફેરવી ને નાશ કરવામાં આવ્યો હતો.
ખેડબ્રહ્મા પીએસઆઇ શ્રી વી બી પટેલ દ્વારા મંજુરી મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વિદેશી દારૂના જથ્થા ના નાશ માટે ઘટના સ્થળે નાયબ કલેક્ટરશ્રી કૌશિકભાઈ મોદી, મામલતદાર શ્રી જી.ડી.ગમાર , પીએસઆઇ શ્રી વી.બી. પટેલ તથા જિલ્લા પોલીસ અધિક્ષક ના સ્ટાફ ની હાજરીમાં બુલ ડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
ધીરુભાઈ (ખેડબ્રહ્મા)