કડીમાં કોરોનાનો કહેર , નવા 4 કેસ નોંધાયા

મહેસાણા જિલ્લામાં કોરોના દર્દીની સંખ્યામાં હવે રોજનો વિસ્ફોટ થઇ રહ્યો છે આજે મહેસાણા જિલ્લામાં નવા ૧૦ દર્દીઓનો નોંધાતા આરોગ્ય તંત્રમાં સંક્રમણ તોડવા દોડધામ મચી છે આજે મહેસાણામાં પ, કડીમાં ૪, અને બેચરાજી તાલુકામાં ૧, મળી નવા ૧૦ કેસ સામે આવ્યા છે આ તરફ આજે નોંધાયેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે આ સાથે આજે ૮ દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
કોરોનાને લઈ અનલોક માં આપેલી છૂટછાટના કારણે મહેસાણા જિલ્લામાં હવે રોજના કોરોના નવા કેસો સામે આવી રહ્યા છે આજે મહેસાણા જિલ્લાના વિસનગર રોડ પર આવેલા મણીગર હોમ્સમાં રહેતા સંજયભાઇ ચૌધરી (૩૪),તાવડિયા રોડ પર આવેલી પરમેશ્વર સોસાયટીમાં રહેતા સમુબેન રબારી (૬૨),મોઢેરા રોડ પરના મહેસાણા નગરના બળદેવજી ઠાકોર (૫૯),મોઢેરા રોડ પરની નંદનવન સિટીમાં રહેતા રિપલ બેન પટેલ (૩૦) અને નરેન્દ્રભાઇ પટેલ(૩૬) કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જ્યારે બીજી તરફ કડીમાં તો જાણે કોરોનાના રોજના કેસો આવતા રહે છે કડીમાં નવા ૪ કેસો નોંધાયા છે જેમાં બાલાજી રેસિડેન્સી રહેતા દિલીપકુમાર પટેલ(૫૦), નાની કડીના કૌશલ્ય બંગલોઝમાં રહેતા અંબાલાલ પટેલ (૭૯),વેદ બંગ્લોઝમાં રહેતા કરસનભાઇ પટેલ (૫૨),અને વાત્સલ્ય સ્ટેટસમાં રહેતા મિતેશ મહેશ્વરી(૧૯),નો સમાવેશ થાય છે આ સાથે બેચરાજી તાલુકાના રણેલા ગામના લાલભાઇ પટેલ(૫૬)નો ગુરુના રિપોર્ટ પોઝિટિવ આવતા નાના એવા રણેલામાં ચિંતાજનક સ્થિતિ બની છે.
મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના ૩૦૧ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૨૦૬ લોકો કોરોના સામે જંગ ગીતા તેમને રજા આપવામાં આવી છે અને હાલ મહેસાણા જિલ્લામાં ૬૫ એક્ટિવ કરે છે.