રાજકોટ : રૂા.96.50 લાખની જુની નોટો વટાવવા આવેલા શખ્સને ઝડપી પાડયા

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચે આજે ૫૦૦ અને ૧૦૦૦ના દરની રદ કરી દેવાયેલી ૯૬.૫૦ લાખની ચલણી નોટો સાથે વાંકાનેરનાં લુણસર ગામે રહેતા હરજીવન રામજી બસીયાણી ૫૨ અને સુરતનાં પાસોદરા ટુ ખોલવડ રોડ પરનાં ઓપેરા પ્રિન્સ એપાર્ટમેન્ટમાં રહેતા ભીખાભાઈ બાબુભાઈ નરોડીયા ૬૦ ને ઝડપી લેતા અનેક સવાલો ઉદભવ્યા છે.
ક્રાઈમ બ્રાંચના સ્ટાફને મળેલી બાતમીનાં આધારે P.I એચ.એમ. ગઢવી અને P.S.I સાખરાએ મવડી પોલીસ હેડ કવાર્ટર પાસેથી પસાર થયેલી ફીઆટ કારમાંથી ૫૦૦ અને ૧૦૦૦ના દરની રદ કરી દેવાયેલી ૯૬.૫૦ લાખની ચલણી નોટો સાથે બંને આરોપીઓને ઝડપી લેવાયા હતા. ક્રાઈમ બ્રાંચની કચેરીએ લઈ આવી બંને આરોપીઓની C.R.P.C. ૪૧(૧) ડી હેઠળ અટકાયત કરી તેમની પાસેથી મળેલી ૯૬.૫૦ લાખની ચલણી નોટો C.R.P.C ની કલમ ૧૦૨ મુજબ શક પડતી મિલકત તરીકે કબજે લેવાઈ હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)