દાવલીના ખેડૂતોને ખેતી માટે પૂરતો વીજપુરવઠો ના મળતા રોષ
સરડોઈ : મોડાસા તાલુકાના દાવલી ના ખેડૂતો ને ખેતી માટે પૂરતો વીજ પુરવઠો મળતો ન હોવાની ફરિયાદ છે. જ્યારે વરસાદના સમયે ફોલ્ટ સર્જાયા પછી ચાર ચાર દિવસ સુધી કૃષિ પુરવઠો બંધ રહેતાં ખેડૂતો સમસમી ગયા છે. ખેડૂત વાસુ રાજના જણાવ્યા મુજબ વીજ તંત્ર દ્વારા ચોમાસાની કોઈ પૂર્વ તૈયારી કરવામાં આવી નથી જેના કારણે સામાન્ય વરસાદમાં પણ વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે. જ્યારે આ અંગે વીજ તંત્ર માં ધ્યાન દોરવા છતાં જાડી ચામડીના અધિકારીઓ ખેડૂતોનું સાંભળતા નથી તાજેતરમાં લાલપુર ફીડર માં ફોલ્ટ થતાં ચાર દિવસ સુધી દાવલી ના ખેડૂતો વીજળી થી વંચિત રહ્યા હતા.