ખેડબ્રહ્મા સ્ટેશન વિસ્તારમાં જાહેર રસ્તા પર દબાણ, તંત્રના આંખ આડા કાન

ખેડબ્રહ્મા સ્ટેશન વિસ્તારમાં જાહેર રસ્તા પર દબાણ, તંત્રના આંખ આડા કાન
Spread the love
  • અરજદાર ને સીટી સર્વે કચેરી અને નગરપાલિકા દ્વારા ધરમધકકા
  • ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેશન વિસ્તારમાં રસ્તા ઉપર બિન કાયદેસર દબાણ
  • નગરપાલિકા તંત્ર નેં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન

ખેડબ્રહ્મા સ્ટેશન વિસ્તારમાં વિજય સિનેમા બાજુમાં રહેતા શાહ સતીશકુમાર ધરમચંદ દ્વારા નગરપાલિકાને લેખિત અરજી કરી જાહેર રસ્તા ઉપર દબાણ કરેલ છે તેવું જણાવેલ. સર્વે નંબર 180 ની બિનખેતી રહેઠાણના પ્લોટ નંબર 32 જેનો સિટી સર્વે નંબર 2872 ની મિલકત સોની લતાબેન ના નામે ચાલે છે.
પ્લોટની બાજુમાં દક્ષિણ દિશા તરફ જાહેર સરકારી રસ્તો ખુલ્લો મુકવામાં આવેલ હતો. જે રસ્તામાં સોની લલીતાબેન ગોવિંદભાઈ એ દબાણ કરી પાકા બાંધકામ કરી દીધેલ છે. આ બાબતે અરજદારે ખેડબ્રહ્મા નગરપાલિકા અને સિટી સર્વે કચેરી તેમજ કલેકટર કચેરી હિંમતનગર કચેરી એ અરજી કરેલ હતી.

એક જાગૃત નાગરિક તરીકે જાહેર રસ્તા પર થયેલ દબાણ દૂર કરવા કરેલી અરજી સંદર્ભે નગરપાલિકા દ્વારા અને સીટી સર્વે કચેરી દ્વારા આંખ આડા કાન કરી અરજદારને આજ સુધી કોઈ પણ જાતનો જવાબ આપેલ નથી. જાહેર રસ્તા ઉપર કોઈ પણ વ્યક્તિ દબાણ કરી રસ્તો બંધ કરી શકે નહીં. જેની જાણ નગરપાલિકાને કરવા છતાં તે રસ્તો ખુલ્લો કરવામાં આવતો નથી. સિટી સર્વે કચેરી એ માપણી કરી રસ્તા ઉપર કરેલું દબાણ નગરપાલિકાની મદદથી દૂર કરવાનું હોય છે જે વારંવાર લેખિત અરજી કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરેલ નથી.

અરજદાર એ સ્વાગત કાર્યક્રમમાં પણ અરજી દ્વારા જાણ કરેલ છે ત્યારે સીટી સર્વે દ્વારા અરજદારને માપણી કરવા માટે ફી ભરવા જણાવેલ પરંતુ. જાહેર રસ્તો હોઈ જાહેર હિત માટે અરજદારની અરજી કરેલ હોય રસ્તો ખુલ્લો કરવાની જવાબદારી નગરપાલિકા અને સીટી સર્વે કચેરી ની હોય એટલે અરજદારે પૈસા ભરવાના થતા નથી તેવું કલેકટર ઓફિસ માં અરજી કરતા જણાવેલ. કલેકટર કચેરી દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સોની લલીતાબેન ગોવિંદભાઈએ બિન કાયદેસર દબાણ કરેલ હોય તાકીદે સ્થળ તપાસ કરી જાહેર રસ્તા પર કરેલ ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દૂર કરવા અરજદારે પૈસા ભરવાના થતા નથી. હવે જોવું એ રહ્યું કે કલેકટરના હુકમ નો સિટી સર્વે કચેરી અને નગરપાલિકા તંત્ર અમલ કરે છે કે કેમ અને જાહેર રસ્તા પર થયેલ દબાણ દૂર કરી અરજદારને ન્યાય મળશે કે કેમ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

ધીરુભાઈ (ખેડબ્રહ્મા)

IMG20200610171103-1.jpg IMG20200610171136-0.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!