રાજપીપળા દરબાર રોડ પર ભર ચોમાસે પાણીની સમસ્યાથી રહીશો પરેશાન
- દરબાર રોડ પાસે ભારે ખડકી સહિત આસપાસના વિસ્તારોમાં ચોમાસામાં પણ પીવાના પાણીની સમસ્યા
- રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ ના વોર્ડ દોલતબજાર ભાટવાળા ના ગોપચણ ફળિયામાં પણ અમુક ઘરોમાં લગભગ એક મહિનાથી પાણી ઓછું આવતા હોવાની ફરિયાદ
રાજપીપળા નગરમાં ભરચોમાસે વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી પૂરતા ફોર્સથી અને પૂરા સમય માટે આવતું ન હોવાની બૂમો ઉઠવા પામી છે. જેમાં દરબાર રોડ, પારેખ ખડકી, દોલતબજાર ભાટવાડા ના ગોપચણ ફળિયામાં છેલ્લા એક મહિનાથી પાણી ઓછું આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. રાજપીપળા દરબાર રોડ પર છેલ્લા એક મહિનાથી ભર ચોમાસે પાણી આવતું ન હોવાની બૂમો ઉઠવા પામી છે. પૂરતા ફોર્સથી પાણી આવતું ન હોવાથી અવારનવાર આ બાબતે રહીશો ફરિયાદ કરે છે. છતાં પાલિકા તંત્ર પાણીનો પ્રશ્ન હલ નથી કરી શકાતા લોકોમાં રોષ એ બાબતનો છે કે પ્રજા વિરોધ કરતી હોવા છતાં પાલિકા તંત્ર પાણીનો પ્રશ્ન હલ કરી શકતી નથી અને હમણાં જ સોમવારે સામાન્ય સભામાં નગરપાલિકાએ પ્રજા ઉપર પાણી વેરો 600 રૂપિયાથી વધારીને 750 રૂપિયા વધાર્યો છે છતાં પ્રજાને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.
દરબાર રોડના રહીશો નું કહેવું છે કે અમે વારંવાર નગરપાલિકામાં સત્તાધીશો અને પાણીના પ્રશ્ને રજૂઆત કરી છે પણ તેમના પેટનું પાણી હલતું નથી.
હમણા તાજેતરમાં જ સોમવારે પાલીકા સભામાં વેરો વધારા મુદ્દે ઉગ્ર વિરોધ થયો હતો જેમાં કેટલાક સદસ્યો અને નગરજનોના વાંધા વિરોધ બાદ પણ પાલિકાએ પાણીવેરો સહિતના વેરા વધારો ઝીંકી દેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. છતાં પ્રજાને પાણી વિના વલખાં મારવા પડે છે. આ બાબતે દરબાર રોડ પર પાણીના પ્રશ્ને રહીશોએ છેલ્લા એક મહિનાથી મુખ્ય અધિકારી સહિત સત્તાધીશોને ફરિયાદ કરી હોવા છતાં ગોળ ગોળ જવાબ આપી પાણીનો પ્રશ્ન ટલ્લે ચઢાવી રહ્યાછે. દરબાર રોડ પાસે પારેખ ખડકી સહિત આસપાસના અમુક વિસ્તારોમાં ચોમાસામાં પણ પીવાના પાણીની તકલીફ હોય.
આ બાબતે સ્થાનિક રહીશો મુખ્ય અધિકારીને ફોન પર વારંવાર ફરિયાદ કરવા છતાં હલ થઈ જશે એવું આશ્વાસન આપવા છતાં કોઇ જ પગલાં ન લેવાતા રહીશોમાં રોષ ભરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દરબાર રોડ પર આવેલી પાલીકા પુસ્તકાલયમાં જ પાણીનો બોર હોવા છતાં સામેની જ ગલીમાં જો પીવાના પાણ ની સમસ્યા તંત્ર હલ કરી શક્યું નથી ! વેરા વધારા બાદ પાલીકા તંત્ર પુરતી સુવિધા પણ આપે તેવી લોક માંગ ઉઠી છે. રાજપીપળા નગરપાલિકાના પ્રમુખના વોર્ડ દોલત બજાર ભાડવાળાના ગોપચણ ફળિયુંમાં અમુકના ઘરોમા લગભગ એક મહિનાથી પાણી ઓછું આવે છે. એની સમસ્યાનો પણ કોઈ ઉકેલ નથી આવતો.હવે જો પાલીકા પ્રમુખના જ વોર્ડમા જ આ હાલત હોઈ તો બીજા વોર્ડ શી વાત કરવી ? પ્રજા ના પ્રશ્નો હલ કરવામાં નિષ્ફળ ગયેલું તંત્ર પ્રશ્નો નહીં ઉકેલો લોકો એ આંદોલન કરવાની ચીમકી આપી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)