રાજપીપળા મુખ્ય જેલના 131 કેદીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા

રાજપીપળાની જીતનગર ખાતે આવેલ મુખ્ય જેલના 131 કેદીઓનો કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જે તમામ નો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેલ અધિક્ષક એલ.એમ.ગમારા એ જણાવ્યું હતું કે હાલ કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી જેલમાં સજા ભોગવતા કેદીઓનો પણ કોરોના રીપોર્ટ ચેક કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં વારાફરતી દરરોજ પાંચ પાંચ દર્દીઓ કોવીડ હોસ્પિટલમાં લઇ જઇ તેમના સેમ્પલ લેવડાવી, સેમ્પલ વડોદરા મોકલાયા હતા.
અત્યાર સુધીમાં કુલ 131 જેટલા દર્દીઓનો ટેસ્ટ કરાવ્યો છે જે તમામ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગમારાના જણાવ્યા અનુસાર જેલના 52 કેદીઓ રજા ઉપર ગયા છે. તેમના સેમ્પલ ટેસ્ટ કરવાના બાકી છે. જેઓ 31મી ઓગસ્ટના રોજ હાજર થયેલ નથી તેમના પણ સેમ્પલ લઈ ટેસ્ટ કરાવાશે છે. એ ઉપરાંત જો કોઈ નવા કેદીઓને જેલમાં સજા ભોગવવા મોકલવાનું થાય તો તેવા કેદીઓને ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવો પડશે, જો તેમનો રિપોર્ટ નેગેટિવ આવે તો જ જેલમાં કેદી ને પ્રવેશ અપાશે જો પોઝિટિવ રિપોર્ટ આવે તો તેને જેલમાં પ્રવેશ અપાશે નહીં.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા