જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જુલાઇમાં યોજાનાર ઓનલાઇન ભરતી મેળો

Spread the love

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જુલાઈમાં ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. આ ઓનલાઇન ભરતી મેળામાં ભાગ લેવા માટે રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાની તમામ વિગતો https://forms.gle/zdZAkYfW5xLZ6b1X7 લીંક પર ભરવાની રહેશે. તથા આપેલ લીંક પર નોકરીદાતાની વિગતો તથા ભરતી મેળાની તારીખ આપવામાં આવેલ છે.

નોકરીદાતા દ્વારા ડિજિટલ માધ્યમ/ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે.જેની નોંધ ઉમેદવારોએ લેવી. ભરતી મેળાની લીંક https://forms.gle/zdZAkYfW5xLZ6b1X7 છે. સમગ્ર વિશ્વ સહિત ભારત કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અને સામાજિક અંતર જળવાઈ રહે એ માટે ભીડ-ભાડ તેમજ લોકો એકઠા ન થાય એ જરૂરી છે. આથી ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.તેમ રરોજગાર અધિકારી જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!