૩ માસથી પીવાનું પાણી ગંદુ આવતા દેકારો મચ્યો

- ગટરનું પાણી પાઇપલાઇનમાં મિશ્રિત થતાં જોખમ
કાલાવડના ખોડીયાર પરા વિસ્તારમાં છેલ્લા ત્રણ માસથી દુષિત પાણી વિતરણથી સ્થાનિક રહીશોમાં ભારે દેકારો બોલી ગયો છે. ત્રણ માસ થવા છતાં પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી નિરાકરણ માટે કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી. ત્યારે દૂષિત પાણીથી લોકોને આરોગ્ય પણ જોખમમાં છે. પાલિકા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરતા આખરે અહીંયા રહીશો દ્વારા પ્રાદેશિક કમિશ્નર રાજકોટ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. કાલવાડ શહેરના ખોડિયારપરામાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાનું પાણી દૂષિત આવી રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ અંગે પાલિકા તંત્રને રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. એક બાજુ કોરોના વાયરસથી લોકો ભયગ્રસ્ત જોવા મળી રહ્યા છે.
– રોહિત મેરાણી (જામનગર)