કેનન ઇન્ડિયાએ તેના ફ્લેગશીપ PIXMA G સીરિઝ પ્રિન્ટર્સના પ્રચાર માટે નવું કેમ્પેઇન “ઇન્ડિયા કા પ્રિન્ટર” શરૂ કર્યું

- કેનન ઇન્ડિયાએ તેના ફ્લેગશીપ PIXMA G સીરિઝ પ્રિન્ટર્સના પ્રચાર માટે નવું કેમ્પેઇન “ઇન્ડિયા કા પ્રિન્ટર” શરૂ કર્યું
ભારત, 24 જુલાઇ, 2020 – કન્ઝ્યુમર પ્રિન્ટિંગક્ષેત્રે ઉત્કૃષ્ટતા માટે હંમેશા પ્રયત્નશીલ અગ્રણી ડિજિટલ ઇમેજિંગ ઓર્ગેનાઇઝેશન કેનન ઇન્ડિયાએ સમગ્ર ભારતમાં તેના મલ્ટીફંક્શન ઇન્કજેટ પ્રિન્ટર્સના પ્રચાર માટે નવું કેમ્પેઇન “ઇન્ડિયા કા પ્રિન્ટર” શરૂ કર્યું છે. પ્રિન્ટિંગ ટેક્નોલોજીમાં કેનનના નેતૃત્વને મજબૂત કરતાં આ કેમ્પેઇનનો ઉદ્દેશ્ય કેનન PIXMA G સીરિઝ પ્રિન્ટરને કારોબારી દરખાસ્ત, પ્રોજેક્ટ્સ, હોમવર્ક, ફોટોગ્રાફ્સ વગેરેની પ્રિન્ટિંગની દરેક જરૂરિયાત માટે આદર્શ પસંદગી બનાવવાનો છે. અદ્યતન વિશેષતાઓ અને કામગીરીની વિશાળ શ્રેણીથી સજ્જ આ પ્રિન્ટર્સનો હેતુ ઉત્પાદકતા વધારવાનો અને યુઝર્સની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે.
આ કેમ્પેઇન અંગે પ્રતિક્રિયા આપતાં કન્ઝ્યુમર સિસ્ટમ્સ પ્રોડક્ટ્સ અને ઇમેજિંગ કમ્યુનિકેશન પ્રોડક્ટ્સના ડાયરેક્ટ સી. સુકુમારને જણાવ્યું હતું કે, “હાલના મૂશ્કેલ સમયમાં તમામ કામગીરી દૂરથી થઇ રહી છે ત્યારે ઘરેથી કામ અને શિક્ષણ સક્ષમ બનાવવા ટેક્નોલોજી અત્યંત આવશ્યક બની ગઇ છે. કેનન ખાતે અમે અમારા ગ્રાહકોને હંમેશા રચનાત્મકતાની પાંખો આપી છે અને તેમના દૈનિક જીવનમાં ખુશીઓ લાવ્યાં છીએ. અમારા માટે ઇન્ડિયા કા પ્રિન્ટર કેમ્પેઇન ખુબજ વિશેષ છે કારણકે કેનન PIXMA G સીરિઝની રસપ્રદ વિશેષતાઓને જીવંત કરવાની સાથે-સાથે પ્રિન્ટિંગ કલ્ચરને અમે નવા સ્તરે લઇ જઇ રહ્યાં છીએ. ગ્રાહકોની વ્યાપક જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા વાઇ-ફાઇથી સજ્જ PIXMA G સીરિઝ ઇન્ક ટેન્ક પ્રિન્ટર્સ સ્માર્ટ પ્રિન્ટિંગ ઓફર કરે છે. અમને વિશ્વાસ છે કે અમારું કેમ્પેઇન હોમ-યુઝર તથા કોપી શોપ સેગમેન્ટ સહિત નાના અને મધ્યમકદના ઉદ્યોગો સુધી સકારાત્મક અભિગમ પેદા કરવામાં ઉપયોગી બનશે.”
PIXMA G હાઇબ્રિડ ઇન્ક સિસ્ટમ છે, જે ક્રિસ્પ ડોક્યુમેન્ટ પ્રિન્ટિંગ અને આકર્ષક ફોટો પ્રિન્ટ્સ સુનિશ્ચિ કરે છે. ફ્રન્ટ-ફેસિંગ ઇન્ટિગ્રેટેડ ઇન્ક સિસ્ટમ ઇન્કના સ્તર અને રિફિલ ઉપર દેખરેખ રાખવા અનુકૂળ બનાવે છે. સ્પીલ-રેઝિસ્ટન્ટ ઇન્ક બોટલ સાથે આ પ્રિન્ટર્સ ઘર અને ઓફિસમાં સરળ ઉપયોગિતા પ્રદાન કરવા ડિઝાઇન કરાયું છે. PIXMA G સીરિઝ ઇન્ક ટેન્ક પ્રિન્ટર્સ ખર્ચકાર્યક્ષમ છે અને પ્રત્યેક પ્રિન્ટનો ખર્ચ 9 પૈસા છે તથા ઇન્ક બોટલ રિપ્લેસમેન્ટની કિંમત માત્ર રૂ. 539 છે. કેનન વિવિધ કિંમતે 13 પ્રિન્ટર વેરિઅન્ટ સાથે PIXMA G સીરઝની મજબૂત લાઇન-અપ ઓફર કરે છે.
કેનન PIXMA G 2010 અને PIXMA G 3010 સાથે ગ્રાહકો રૂ. 4,999ના મૂલ્યનું ગુગલ હોમ મીની મેળવશે. આ ઓફર 1 જુલાઇથી 30 સપ્ટેમ્બર 2020 સુધી દેશભરમાં કેનન ઇમેજ સ્કવેર અને અધિકૃત કેનન રિસેલર્સ ખાતે માન્ય છે. આ ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકોએ ખરીદ તારીખથી 15 દિવસમાં https://edge.canon.co.in/pixmaoffer ઉપર તેમના પ્રિન્ટર્સ રજીસ્ટર કરવાના રહેશે. કેનને તેના ઇન્ક આધારિત ઇ સીરિઝ મોડલ્સ ઉપર “સુપર કુલ ઓફર્સ” પણ જાહેર કરી છે. PIXMA E410, PIXMA E470 અને PIXMA E 3370 સાથે ગ્રાહકો વિનામૂલ્યે બોરોસીલ હાઇડ્રા ટ્રેક બોટલ મેળવશે અને આ ઓફર 6 જુલાઇથી 30 સપ્ટેમ્બર 2020 સુધી માન્ય છે. આ ઓફર દેશભમાં કેનન ઇમેજ સ્કવેર અને અધિકૃત કેનન રિસેલર્સ ખાતે માન્ય છે.