ખંભાળિયા-ભાણવડ હાઇવે રોડ પર બે-બે પુલ તૂટેલા, રિપેરિંગ કરવામાં તંત્રની ઢીલી
- તંત્રની નિષ્ક્રિયતાને લીધે વાહનચાલકોને આવાગમનમાં પડી ભારે મુશ્કેલી
દ્વારકા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હસ્તગત તેમજ સ્ટેટ હાઇવે ઓથોરિટી હેઠળ આવતા અનેક રોડ બિસ્માર હાલતમાં છે. તંત્રને રસ્તા બાબતે જરા પણ રસ ન હોય તેમ છેલ્લા ત્રણ વર્ષથી અનેક રોડ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે. ખંભાળિયા-ભાણવડ હાઇવે રોડ પર બે-બે ફૂલ તૂટેલી હાલતમાં છે. ફોટના પાટિયા નજીકનો પુલ તો વરસાદ અગાઉ તૂટી ગયો છે. ચાર-ચાર મહિના થવા છતાં સમયસર રીપેરીંગ કરવામાં આવ્યો નથી. ત્યારે તાજેતરમાં જ ગુંદા નજીક પુલ તૂટ્યો છે. બે-બે પુલ તૂટી ગયા છે પરિણામે વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્રની રીપેરીંગ બાબત ઢીલાશ જોવા મળી રહી છે. દ્વારકાના ખંભાળીયા ભાણવડ હાઇવે પર ગુંદા ગામના પાટીયાથી સાજડીયારી પાટીયા વચ્ચે આવેલ પુલ બેસી ગયો હતો.
૪૦ વર્ષ પહેલા બનેલા પુલ બેસી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આરએન્ડડી તંત્રના અણઘડ વહીવટના લીધે સદીઓ જૂનો પુલ અને સમયસર ચકાસી રિપેરિંગ કરતા નથી. ભાણવડના ફોટના પાટિયા નજીકનો પુલ વરસાદની સિઝન પૂર્વે જ તૂટી ગયો છે. ચાર મહિના અગાઉ તૂટી ગયેલા પુલને હજી સુધી રીપેરીંગ કરી શકાય નથી. ભાણવડ-ખંભાળિયા હાઇવે પર બે-બે પુલ તૂટી જવાના લીધે વાહનચાલકોને આવાગમનમાં ભારે હાલાકી પડી રહી છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને ભાણવડ તેમજ જુનાગઢ જવા માટેનો એકમાત્ર હાઇવે રોડ હોવાથી લાંબા રૂટની જોડતા વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. ગુંદા નજીક તૂટેલા પુલમાં તો ડાઇવર્ઝન પણ ન નિકળતા વાહનચાલકોને ગ્રામ્ય પંથકમાંથી પસાર થવું પડી રહ્યું છે.
– રોહિત મેરાણી (જામનગર)