ધ્રોલમાં દારૂની 96 બોટલ સાથે કાર પકડાઇ

ધ્રોલમાં રાધે પાર્કમાં સ્થાનિક પોલીસ ટુકડીએ પેટ્રોલિંગ વેળા શંકાસ્પદ હાલતમાં જણાતા કાર રોકતા તેનો ચાલક કાર રોકી હતી જેની તલાશી લેતા ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની ૯૬ બોટલ મળી આવી હતી. જોકે આ કારનો ચાલક પોબારા ભણી ગયો હતો. આથી રૂ.૪૮ હજારની કિંમતનો દારૂનો જથ્થો અને કાર મળી રૂ.૨૪૮૦૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. કારચાલક સહિતના સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કારના નંબરના આધારે તેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. ધ્રોલ પંથકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનારને સકંજામાં લેવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.
– રોહિત મેરાણી (જામનગર)