કડીના બુડાસણ નજીક અવાવરૂ બિલ્ડિંગના ધાબા ઉપરથી યુવાનનો મૃતદેહ મળ્યો

- કડી તાલુકાના બુડાસણ ગામ નજીક અવાવરું બિલ્ડિંગના ધાબા ઉપર બલોલ ગામના 20 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો
- કડી પોલીસે પ્રાથમિક ફરીયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા તાલુકાના બલોલ ગામના યુવાનના માતાપિતા ઘણા સમય પહેલા મૃત્યુ પામ્યા હતા જેથી તેના કૌટુંબિક ભાઈએ તેને ઉછેરીને મોટો કર્યા બાદ યુવાન કડી ના બુડાસણ ખાતે નોકરી-ધંધા ના કામકાજ અર્થે થોડા સમય પહેલા કૌટુંબિક બહેનના ત્યાં આવ્યો હતો ત્યારે બાદ હિટાચી કંપનીમાં નોકરી કરતો હતો.થોડા દિવસ પહેલા સુરેશ નામનો યુવક નોકરી ગયા બાદ મોડી રાત સુધી ઘેર ના આવતા સંબંધીઓએ તેનો મોબાઈલ બંધ આવતા તેના મિત્ર વર્તુળમાં તપાસ કર્યા બાદ ભાળ નહિ મળતા કડી પોલીસ સ્ટેશનમાં 3જી ઓગસ્ટ ના રોજ ગુમ થયાની અરજી આપી હતી.
બુધવાર ના રોજ બુડાસણ નજીક જીઆઇડીસી માં ગોપાલ ગ્લાસની સામે આવેલા અવાવરું બિલ્ડીંગ ના બીજા માળના ધાબા ઉપર ગુમ યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયી હતી.કડી પોલીસ ને જાણ કરતા કડી પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી.મૃતદેહ ની હાલત જોતા હત્યા થયી હોવાની આશંકા જોવાઇ રહી છે ત્યારે સબંધીઓએ મૃત યુવાન ની માનસિક હાલત અસ્થિર હોઈ ઝેરી દવા પી લીધી હોવાનું પોલીસ સમક્ષ જણાવતા ઘટનામાં નવો વળાંક આવ્યો હતો.કડી પોલીસે પ્રાથમિક ફરીયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.