છાપરી રાજસ્થાન પોલીસ ની સુંદર કામગીરી

ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર બંને રાજ્યની પોલીસ ચોકીઓ આવેલી છે, પરંતુ સૌથી સુંદર કામગીરી રાજસ્થાન પોલીસની રહી છે આજે રાજસ્થાન છાપરી બોર્ડર ઉપર આબુરોડ થી અંબાજી તરફ જઈ રહેલી સેન્ટ્રો કાર માંથી 72 બોટલ દારૂ વિદેશી બ્રાન્ડનું મળી આવ્યો હતો રાજસ્થાન પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી
આજે બપોરે શિરોહી એસપી ની સૂચનાથી અને પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આબુરોડ થી અંબાજી તરફના માર્ગો ઉપર દારૂનો વેપલો કરતા તત્વો ઉપર કાયદેસર કાર્યવાહી કરવાના ભાગરૂપે આજે રાજસ્થાન બોર્ડર ઉપર હેડ કોન્સ્ટેબલ રામ અવતાર મીણા, નાથુલાલ અને જગદીશભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે આબુરોડ તરફથી ગુજરાત તરફ જઈ રહેલી દિલ્હી પાર્સિંગની સેન્ટ્રો ગાડી મા તપાસ કરતા તેમાં અલગ અલગ બ્રાન્ડની કુલ ૭૨ બોટલો વિદેશી દારૂની મળી આવી હતી રાજસ્થાન પોલીસે આ બાબતે કાયદેસર કાર્યવાહી કરી આરોપી યુવકને જેલમાં મોકલી આપ્યો હતો અને સેન્ટ્રો ગાડી ની અટકાયત કરી હતી આરોપી મૂળ દિલ્હીના દ્વારકા વિસ્તારનો રહેવાસી છે આરોપીનું નામ દિપક સુરેશભાઈ ધોબી હોવાની માહિતી આબુરોડ પોલીસે આપી છે
સિરોહી પોલીસ એક્ટિવ તો બનાસકાંઠા પોલીસ પણ એક્ટિવ થાય
રાજસ્થાન સરકાર દ્વારા રાજસ્થાનમાં દારૂની છૂટ હોવા છતાં પણ રાજસ્થાન થી ગુજરાત તરફ દારૂનો વેપાર કરતા લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે અંબાજીમાં પણ માંગો એટલો દારૂ મળી રહે છે ત્યારે ગુજરાત છાપરી બોર્ડર ઉપર તમામ વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.