જૂનાગઢ : મહિલા સશક્તિકરણ પખવાડીયા નિમિતે સુરક્ષા દિવસની ઉજવણી
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણ પખવાડીયા ની ઉજવણી અંતર્ગત તા.૫/૮/૨૦૦ના રોજ મહિલા આરોગ્ય દિવસ ની ઉજવણી જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં કરવામાં આવી. સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસસ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર-જૂનાગઢ અને કેશોદ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો, મહિલા શક્તિ કેન્દ્ર, ૧૮૧(અભયમ) મહિલા હેલ્પલાઇન વગેરેના તમામ કર્મચારીઓએ સોશ્યલ ડીસટન્સનું પાલન કરીને કિશોરીઓને ટી.વીના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ-૧ પરથી તેમજ મોબાઇલના માધ્યમથી જીઓ એપ મારફત યોજાએલ સેટકોમમાં કીશોરીઓને સહભાગી બનાવી હતી.જેમાં વિકાસનું પહેલુ પગલુ આરોગ્ય સંભાળ વિષય પર વીસ્તૃત માહીતી મેળવી હતી. ત્યારબાદ સેટકોમમાં સહભાગી થયેલ કિશોરીઓને માસિકધર્મ સ્વાસ્થ્ય જાળવણી કીટનું વિતરણ કરવામાં આવ્યુ આ સમગ્ર દિવસને ઉજવણીમાં ૧૬૫ મહિલા અને કીશોરીઓ સહભાગી થઇ હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ