સાહેબ નથી જોઈતી બુલેટ ટ્રેન જીવ બચે એવું કંઈક કરો : જયરાજસિંહ
- અમારે નથી જોઈતું સ્માર્ટ સીટી કે નથી જોઈતી બુલેટ ટ્રેન…સાહેબ બાગ બગીચા ઓછા હશે તો ચાલશે પણ અમારા જીવ બચે એવું કંઈક કરો બસ….
- અમદાવાદને સિંગાપુર અને સુરતને શાંઘાઈ બનાવવાનું સપનું વેચનાર સત્તાધીશો માટે આ દુર્ઘટના શરમજનક
કોઈ શહેરને સ્માર્ટ સીટીના ટેગ આપવાથી કે રોડ રસ્તા , બાગ બગીચા અને ફ્લાયઓવર અને ફ્રી વાયફાય જોન બનાવી દેવાથી એ સ્માર્ટ નથી બની જતા..શહેરોને ખરા અર્થમાં સ્માર્ટ બનાવવા માટે ” નાગરિક સુવિધા “ અને “ નાગરીક સંરક્ષણ “ અને સાથે સાથે મજબુત આપદા પ્રબંધન એટલે કે ” Disaster management ” પણ હોવુ જરૂરી છે. ડીજીટલ ઈન્ડિયા ના સ્વપ્નદ્રષ્ટાઓ ભારતને ” નો મેન લેન્ડ ” બનાવી રોબોટ પર રાજ કરવા માંગતા હોય તેવું લાગે છે. આમ પણ સત્તાના નિયંત્રણમાં રોબોટની જેમ વર્તતા બુદ્ધિજીવીઓ , લેખકો અને રાજકીય વિશ્લેષકોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે.
ભાજપ સતત વિજયી થવાથી બેકાબુ અને પ્રજાના આક્રોષના શુન્યાવકાશે બેકાબુ બની છે. જ્યાં સુધી લોકો રાજકીય દ્રષ્ટિકોણને બાજુએ રાખી સંવેદનશીલ મુદ્દાઓ પર અવાજ નહીં ઉઠાવે તેમના જીવનની કિંમત કીડા-મકોડાથી વિશેષ નહી રહે. લાગણીઓ ભાજપી કે કોંગ્રેસી ના હોય. આપણા બાળકનો માત્ર એક ક્ષણ માટે શ્વાસ રંધાય તો જીવ તાળવે ચોંટી જતો હોય ત્યારે વિચારી જુઓ પોતાના બાળકો ગુમાવી બેઠેલા માં બાપ ની શું સ્થિતિ હશે? જયરાજસિંહ. (માધ્યમ ફેસબુક).
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)