વઘઇ કોમ્યુનીટી હોલ ખાતે યુથ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગુલાબસિંહ રાજપુતની ઉપસ્થિતીમાં યુવા સંમેલન
ગુજરાત યુથ કોંગ્રેસ ના પ્રમુખ ગુલાબસિંહ રાજપુત ના અધ્યક્ષ સ્થાને વઘઇ ના કોમ્યુનીટી હોલ ખાતે કોંગ્રેસ નું યુવા સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યા માં યુથ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જે કાર્યક્રમ ની શરૂઆત માં નવનિયુક્ત ડાંગ યુથ કોંગ્રેસના પ્રમુખ વિનોદ ભોયે એ યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપુત નું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કર્યું હતુ જે સ્વાગત વિધી બાદ યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એ યુથ કોગ્રેસ ના કાર્યકરો ને સંગઠન મજબુત કરવા માટે ની વિશિષ્ટ માહિતી આપતા જણાવ્યું હતુ કે આગામી વિધાનસભા ની પેટા ચૂંટણી તેમજ જીલ્લા તાલુકા ની ચુંટણી ઓ આવી રહી છે .
જે તમામ ચુંટણી જીતવા માટે હાલ ના સમયે મહત્વ નો ભાગ યુવા વર્ગ ભજવતો હોય છે જેની માટે મોટી સંખ્યામાં યુથ કોગ્રેસમાં યુવાનો જોડાય એ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે હાલ ભાજપ ના શાસન કાળ માં યુવાનો મોટી સંખ્યામાં બેરોજગાર બન્યા છે જેને લઇ આજ નુ યુવાધન અવડે રવાડે ચઢી રહ્યુ છે જે બેરોજગાર યુવાનો કોગ્રેસ ની વિચાર ધારા સાથે જોડાઈ કોગ્રેસ પક્ષ માંથી ઉમેદવાર બની કોઈ પણ નાની મોટી ચૂંટણી જીતી સમાજના લોકોની સમસ્યા અંગેના નિરાકરણ માટે સરકાર વિરુદ્ધ આંદોલન કરવુ પડશે હાલ ડાંગમાં યોજારનાર પેટા ચૂંટણીમાં યુથના કાર્યકરો એ મોટી સંખ્યામાં યુવાનોને કોગ્રેસ પક્ષ માં સભ્ય બનાવી બુથ લેવલ ની કામગીરી કરવી પડશે.
આ પ્રસંગે વાંસદા ના યુવા ધારાસભ્ય અંનત પટેલે પણ કોગ્રેસ ને મજબુત બનાવવા માટે યુથ કોગ્રેસ ના યુવાનો એ મહત્વ ની ભુમિકા ભજવી પડશે અને ગામે ગામ જઇ યુવાનો ને કોગ્રેસ ની વિચારધારા સાથે જોડી બુથ લેવલની નબળી કામગીરીને મજબુત બનાવી આવનાર દરેક ચુંટણી કોગ્રેસ ને જીતાડવા માટે હાકલ કરી હતી જયારે યુથ કોગ્રેસ ના ગુજરાત ના પ્રભારી સીતારામ લાંબા એ સંગઠન મજબુત કરવા માટે કોગ્રેસના કાર્યકરોને જુના મતભેદ ભુલી આવનાર વિધાનસભા ની પેટા ચૂંટણી માં અંત; પરિણામ લાવી આપણા ઉમેદવાર ને જીતાડવો પડશે.
હાલ ભાજપના શાસનમાં કોગ્રેસના મેંડેડ પર થી ચુંટાયેલા ધારાસભ્યો પૈસા ના લોભ લાલચ માં ખરીદાય રહ્યા છે જેને લઇ લોકશાહીનુ ખુન થઇ રહ્યુ છે ત્યારે આવા કોગ્રેસ પક્ષના ગદદાર નેતાથી દુર રહી કોગ્રેસ પક્ષમાંથી ચુંટાયેલા જન પ્રતિનિધિ એ પક્ષ ના વફાદાર બની લોકો ની સમસ્યા ને વાંચા આપવી પડશે જેની માટે કોગ્રેસના તમામ કાર્યકરો એ ખંભેખભા મિલાવી સંગઠનની કામગીરીમાં જોતરાઇ જવુ પડશે આ યુથ કોગ્રેસ ના સંમેલન માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી પ્રદેશ કોંગ્રેસ મંત્રી તબરેઝ અહેમદ મોહન ભોંયે ગમન ભોંયે સૂર્યકાન્ત ગાવિત તુષાર કામળી રમેશ ભોયે સહીત મોટી સંખ્યા માં યુવાનો હાજર રહ્યા હતા.
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)