અરવલ્લી : ખેડૂતો અને ખેત મજૂરો સ્માર્ટ હેન્ડ ટુલ કીટ માટે આઇ-ખેડૂત પોર્ટલ પર ૩૧ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે

Spread the love

અરવલ્લી જિલ્લાના અરજદારશ્રીઓ પોતાની પસંદગી મુજબના સાધનો ખરીદી કરી શકે તે માટે નાણાંકીય વર્ષ-૨૦૨૦-૨૧ અંતર્ગત જીલ્લાના સીમાંત ખેડૂતો (એક હેક્ટર સુધીની જમીન ધરાવતા) અને ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટુલ કીટ  માટે રાજય સરકાર દ્વારા તા.૩૧/૦૮/૨૦૨૦ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે. જીલ્લાના સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને તેમને ખેતી કામ કરવામાં સરળતા ઉપરાંત સમયસર ખેતી કાર્ય થાય અને ખેત ઉત્પાદન વધી શકે તે માટે અધ્યતન સાધનો વાળી સ્માર્ટ હેન્ડ ટુલ કીટ આપવામાં આવશે.

આ યોજનાનો લાભ લેવાની ઇચ્છા ધરાવતા અરવલ્લી જિલ્લાના સીમાંત ખેડુત ખાતેદાર અને ખેતમજુર જરૂરી સાધનિક કાગળો જેવા કે સીમાંત ખેડુત માટે ૮-અ ની નકલ, ખેત મજુર હોવા અંગેનો તલાટીનો દાખલો અથવા શ્રમ અને રોજગાર વિભાગનું પ્રમાણપત્ર/ ઓળખકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ(ખેત મજૂર માટે), સંયુક્ત ખાતેદાર ખેડુત/ખેત મજુરના કિસ્સામાં કુટુંબના સભ્યોનું સંમતિ પત્રક, સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટની યાદી પૈકી અરજદારની પસંદગી મુજબના સાધનોની યાદી તૈયાર કરી આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

આ હેન્ડ ટુલ કીટમાં સાઇન્થ, સીડ ડીબલર, વ્હીલ હો, ઓટોમેટીક ઓરણી(૧ હાર), વ્હીલ બરો, ફ્રુટ કેચર (વેડો)૨ નંગ, ફ્રુટ કટર, સી કટર, વેજીટેબલ પ્લાન્ટર, પેડી વિડર, પેડી પેડલ થ્રેશર, કોયતા, સુગરકેન બડ કટર, પ્રુનિંગ શો, અનવિલ ટ્રી બ્રાંચ લુપર,એડજસ્ટેબલ ટ્રી લુપર, વ્હીલ હો (ડબલ વ્હીલ), મેન્યુઅલ પેડી સીડર જેવા સાધનોનો સમાવેશ કરવામા આવેલ છે એમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી અરવલ્લીની એક અખબારી યાદી દ્રારા જણાવાયું છે.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

Admin

Salim Patel

9909969099
Right Click Disabled!