ખેડૂતે હાઈવેના ડિવાઈડર પર સોયાબીનનો પાક વાવ્યો, જાણીને તમે પણ કહેશો OMG!!!

સરકારી જમીન પર અતિક્રમણની ખબરો તો ઘણી સાંભળવા અને જોવામાં આવતી હશે. તેના પર મકાન કે દુકાન બનાવવી કે ખેતી કરવાની વાત સામાન્ય છે. પણ મધ્ય પ્રદેશના બેતૂલમાં તો એક ખેડૂતે હદ જ કરી દીધી. તેણે નેશનલ હાઇવેના ડિવાઇડર પર જ ખેતી કરી નાખી. પૂરા ડિવાઇડર પર દૂર દૂર સુધી પાક લહેરાતો જોવા મળશે. લોકો સમજતા રહ્યા કે આ વરસાદમાં કોઇ જંગલી છોડવા છે. પણ બધાં છોડવા જેમ જેમ મોટા થતા ગયા તો જાણ થઇ કે આ તો સોયાબીનનો પાક થઇ રહ્યો છે ભોપાલ-બેતૂલ ફોરલેન પર ગાડીઓ રોજ ત્યાંથી પસાર થયા કરે છે. વરસાદની સીઝન છે. આ ફોરલેનના ડિવાઇડર પર થોડા દિવસોથી લીલાછમ છોડવાઓ લહેરાઇ રહ્યા હતા. કોઈનું ધ્યાન તેના પર ગયું નહીં. સામાન્ય રીતે લોકો એવું સમજી આગળ વધી જતા ગતા કે વરસાદમાં કોઇ જંગલી છોડ થયો હશે. પણ આ છોડવા જ્યારે થોડા મોટા થયા તો ઓળખાયું કે આ તો સોયાબીનનો પાક છે.
ખાલી જગ્યાનો ઉપયોગ
મામલો બેતૂલ-ભોપાલ ફોરલેન હાઈવેના કિનારે વસેલા ઉડદન ગામનો છે. જ્યાંના એક ખેડૂતે ફોરલેનની વચ્ચે બનેલા ડિવાઇડરમાં લગભગ 500 મીટર સુધી સોયાબીનનું વાવેતર કરી દીધું. પણ આ બધું અચાનક નથી થયું, બલ્કે એક મહિના પહેલા ડિવાઇડરની વચ્ચેની જગ્યાની વચ્ચે સોયાબીનનો પાક વાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં તો લોકોને આ કોઇ સામાન્ય છોડવા જ લાગ્યા, પણ જ્યારે સોયાબીનના છોડવા 3 ફૂટ લાંબા થઇ ગયા તો આ ખુલાસો થયો કે ડિવાઇડરની વચ્ચે કોઇ જંગલી છોડ નથી પણ સોયાબીનનો પાક લહેરાઇ રહ્યો છે. ન તો નેશનલ હાઇવે પ્રશાસને તેના પર ધ્યાન આપ્યું હતું અને ન તો જિલ્લા પ્રશાસને.
લોકોએ આપી ખબર
અમુક લોકોએ જ્યારે જિલ્લા પ્રશાસને આ વાતની સૂચના આપી તો રેવેન્યૂ વિભાગ તપાસ કરવા માટે પહોંચ્યા. તેમણે પુષ્ટિ કરી કે ડિવાઇડરની વચ્ચે સોયાબીનનો જ પાક લહેરાઇ રહ્યો છે. રેવેન્યૂ ઓફિસરે તરત આ મામલે તપાસનો આદેશ આપ્યો અને ખેડૂતને તરત પાકને નષ્ટ કરવાની વાત કહી. તો બીજી તરફ ખેડૂતનું કહેવું છે કે, તેણે જમીન પર કબ્જો કરવા કે અન્ય કોઇ ઈરાદાથી આવું કર્યું નથી. પણ સોયાબીનનું વાવેતર કર્યા પછી તેની પાસે અમુક બીજો બચી ગયા હતા. માટે તેણે ડિવાઇડરની ખાલી જગ્યામાં બીજ રોપી દીધા.
રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)