રણજીતપરમાં કૂવામાં ડૂબી જવાથી યુવાનનું મોત

Spread the love
  • વાડીએ પાણી પીવા જતાં સર્જાઈ દુર્ઘટના

જામનગર તાલુકાના રણજીતપર ગામે રહેતા પ્રવિણભાઇ તળશીભાઇ માલાણી (ઉ.વ.૪૦) નામનો ખેડુત યુવાન ગત તા.૭ના રોજ બપોરે વાડી મગફળીના પાકમાં ખાતર નાખવા માટે ગયો હતો. જ્યાં તેને તરસ લાગતા તેની વાડીની બાજુમાં આવેલી વાડી ના કુવા પાસે પાણી પીવા ગયો હતો. જે વેળાએ તેને ડાયાબીટીશની બીમારીના કારણે ચક્કર આવતા અકસ્માત કુવામાં પડી ગયો હતો અને પાણીમાં ડુબી જવાથી તેનું મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવની મૃતકના ભાઈ જયંતીભાઈ તળશીભાઇ માલાણી જાણે કરતા પંચ એ પોલીસ ટુકડી ઘટના સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ અર્થે ખસેડી તેના પરીજનનું નિવેદન નોંધ્યું હતું.

– રોહિત મેરાણી (જામનગર)

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!