‘એન્વાયર્નમેન્ટ ઈંપેક્ટ એસેસમેન્ટ’ કાયદો કે પછી વિકાસના નામે ઉદ્યોગપતિઓના ખિસ્સા ભરવાની ચાલ..!!

કુદરતી આપદાઓ સામે હમેશ માનવજીવન લાચાર અને બેબસ બની જતું હોય છે, ત્યારે વર્ષોના પરિશ્રમ પછી મેળવેલ ટેકનોલોજી, સંશોધનો, વિકાસ, આ બધું ઉપયોગી નીવડે છે, પણ અસરકારક નહીં, ટેકનોલોજી થી જાણી શકાય છે કે દરિયાઈ તુફાન આવશે પરંતુ એ અટકાવી શકાશે ? અથવા એ ઉદભવવા પાછળ ના કારણો ઉપર માનવજીવન નો અંકુશ ખરો ? આપાણી પાસે આ તમામ ચીજવસ્તુઓ હોવા છતાં વિશ્વના વિકસિત દેશો પણ કુદરની આફત સામે લાચાર બની જતા જોયા છે. ત્યારે કુદરત સંકેતો આપ્યે જય છે અને નઠોર માણસ કુદરત ના સંકેતો સમજી નથી શકતો. ત્યારે અપડા દેશ માં ‘ઇઆઈએ’ નવો કાયદો આવી રહ્યો છે. આ કાયદા ને લઈ રાજકીય વાતાવરણ ભારે ગરમાયુ છે.
સરકાર આ કાયદો લાવી પર્યાવરણને અસર કરતા પ્રોજેકટ ખરેખર પર્યાવરણ ને કેટલું નુકશાન કરશે એ અંગે નો અંદાજ રજુ કરતો ડ્રાફ્ટ છે. જેમાં કેટલાક સુધારા કરવાનું આયોજન કરી 40 જેટલા એવા પ્રોજેક્ટો કે જે મંજુર કરતા પહેલા પર્યાવરણ વિભાગ ની એનઓસી અનિવાર્ય હતી અને એ લોક ભાગીદારી થી લોકો ની ઈચ્છા અને મંજૂરી બાદ જ આપવામાં આવતી જે માં સુધારા બાદ લોક ભાગીદારી ઓછી કરી નાખવામાં આવતા વર્ષો થી અટવાયેલા પ્રોજેક્ટો શરૂ થશે. અત્યારે 40 જેટલા પ્રોજેક્ટો ને નવા સુધારા બાદ પર્યાવરણની એનઓસી મેળવવા માંથી મુક્તિ આપવામાં આવી છે. જેથી કરી જંગલ અને પર્યાવરણ ને નુકશાન થઈ શકે એવા પ્રોજેક્ટો સરળતાથી શરૂ કરી શકાશે.
એક સુધારા મુજબ વ્યૂહાત્મક રીતે અગત્યના પ્રોજેક્ટો માટે લોકો ની મંજૂરી ની જરૂર નહીં પડે. અને સરકાર ગમે તે પ્રોજેકટ ને વ્યૂહાત્મક રીતે અગત્ય નો ગણાવીને મંજુર કરી શકે છે. હકીકત એ છે કે અત્યારે અનેક પ્રોજેક્ટો પર્યાવરણ ની મંજૂરી વગર અટવાયેલા પડ્યા છે, તો કેટલાક કોર્ટમાં પહોચ્યા છે. નવા સુધારા મુજબ સરકારે તમામ પ્રોજેક્ટો ને રિ-કેટેગરાઈ કર્યા છે. એમાં એવી કેટલીક જોગવાઈઓ છે જેનાથી 1986 ના પર્યાવરણ સંરક્ષણ કાયદાનો ભંગ થઈ રહ્યો છે. સરકારે આ સુધારા બિલ રાજુ કરી તેના ઉપર લોકો ના પ્રતિભાવ અને સૂચનો માટે 30 જૂન સુધી સમય આપ્યો હતો જે દિલ્હી હાઇકોર્ટે વધારી 11 ઓગસ્ટ કરાયો છે. અગાઉ 20 હજાર ચોરસ મીટર થી મોટા પ્રોજેકટ માટે મંજૂરીઓ જરૂરી હતી એ હોવી દોઢ લાખ ચિરાસ મીટરના કે એનાથી મોટા પ્રોજેક્ટો માં જ લાગુ પડશે..
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)