ગોધરા એલ.સી.બી પોલીસે હાલોલ નર્મદાનગર ધ્રુવ પરેશભાઇ પટેલ નાઓના ઘરેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયર ટીનની નાની મોટી બોટલો નંગ- ૬૬૦ કિ.રૂ. ૨,૨૨,૦૬૦ / – ના પ્રોહી ગુનાના જથ્થો પકડી પાડયો .

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી નાઓએ પોલીસ અધિક્ષકશ્રી ડૉ . લીના પાટીલ સાહેબને નાઓએ અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.એન. ચુડાસમા એલ.સી.બી. ગોધરા નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.એન. ચુડાસમા એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી મળેલા કે હાલોલ કંજરી રોડ નર્મદા નગર સોસાયટીમાં આવેલ મકાન નંબર -૭૧ જે ધ્રુવી પરેશભાઇ પટેલ નાઓની માલીકીનું છે અને તે બંઘ મકાનના મકાન માલીક ધ્રુવ પટેલ તથા તેનો ભાગીદાર મોહસીન મુસ્તાક શેખ રહે . હાલોલ મોઘાવાડા પાવાગઢ રોડ નાઓ બંન્ને ભેગા મળી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી મંગાવી મકાનની અંદર સંતાડી રાખેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોએ હાલોલ કંજરી રોડ નર્મદા નગર સોસાયટીમાં આવેલ મકાન નંબર -૭૧ માં રેઇડ કરતા ભારતીય બનાવટના વિદેશ દારૂ તથા બીયરની નાની નંગ- ૬૬૦ કિ.રૂ .૨,૨૨,૦૬૦ / – નો પ્રોહી મુદામાલ મળી આવતા ( ૧ ) ધ્રુવ પરેશભાઇ પટેલ રહે . મકાન નંબર -૭૧ નર્મદા નગર સોસાયટી કંજરી રોડ હાલોલ ( ૨ ) મોહસીન મુસ્તાક શેખ રહે . મોઘાવાડા પાવાગઢ રોડ હાલોલ નાઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી – જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે .
પત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ