ક્યા છે સોશ્યલ ડિસ્ટંસીગ ? # સોશ્યલ ડિસ્ટનસિંગના ધજાગરા…

- કેટલા પાસે થી 1000 નો દંડ વસુલશો ?
ભાજપા ના પ્રદેશ પ્રમુખ શ્રી C.R PATIL સાહેબનો આ કાર્યક્રમ હતો જે વલસાડ ખાતે યોજાયો હતો. આપ જોયી શકો છો કે આખો હોલ પુરો ખીચોખીચ લોકો થી ભરેલો છે અને આજ સત્તાવાળા કહે છે કે જો કારોના પર કાબુ મેળવવો હોય તો સોશ્યલ ડિસ્ટન્સ જાળવો,માસ્ક પહેરો પણ આ ફોટો ઓ માં જુવો કે સોશ્યલ ડિસ્ટન્સ તો બિલકુલ નથી જળવાયું અને કેટલાકે તો માસ્ક પણ નથી પહેર્યા.
જો આમ નાગરીક આવી રીતે ભેગા થાય કે જો માસ્ક ના પહેરે તો તરત જ કાર્યવાહી કરવામાં આવે છે. શુ આ રાજકીય પાર્ટીઓ ને આમાં છુટ છે?? આપ આના વિશે શું કહેવા માંગો છો??? આપ ના અભિપ્રાય જણાવજો… આપણા તહેવારો માં કોરોના ફેલાય, બાકી ભાજપા વાળાને તો કોરોનાની રસી મળી ગઇ લાગે છે. ગણેશ ઉત્સવ બંધ, સિનેમા બંધ, શાળાઓ બંધ , ધાર્મિક-રાજકીય મેળાવડા બંધ તો આ બધુ શું છે… ?
ફક્ત સામાન્ય જનતા જ કોરોના ફેલાવે…!
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)