સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્યશ્રી ડો. સી. બી. બાલસની બદલી સરકારી

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્યશ્રી ડો.સી. બી. બાલસ સાહેબની બદલી સરકારી કોલેજ ચોટીલા ખાતે થતાં અને કોલેજના પ્રાધ્યાપક ડો. પી. આર. ચૌહાણનું પ્રમોશન આચાર્ય વર્ગ ૧ તરીકે સરકારી કોલેજ જામખંભાળીયા ખાતે થતાં કોલેજ પરિવાર તરફથી બંને અધિકારીશ્રીઓનું વિદાયમાન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં કોલેજના સ્ટાફ દ્વારા વિદાય લઈ રહેલા ડૉ. સી. બી. બાલસ તથા ડૉ.પી. આર. ચૌહાણ નું શાલ ઓઢાડી,સાકરનો પડો આપી તથા પુસ્તક દ્વારા સન્માન કરાયું સ્ટાફ વતી ડૉ. એસ.સી. વાળા એ પોતાનો ભાવ વ્યક્ત કર્યો ડૉ. સી. બી. બાલસ તથા ડૉ.પી.આર. ચૌહાણ દ્વારા પોતાના પ્રતિભાવો વ્યક્ત કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને સંચાલન ડૉ. ડી.આર. પરમાર અને ડૉ.એસ.વી.વાળા દ્વારા કરવામાં આવ્યું.
રિપોર્ટ : નિખીલ ભોજાણી