ખેડબ્રહ્મા : ગઢડા શામળાજી ગામે મંદિર પ્રવેશ દ્વાર પર આરસના હાથી મુકવામાં આવ્યા

- ગઢડા શામળાજી મંદિર પરિસરમાં પ્રવેશ દ્વાર પર આરસ ના હાથી અપૅણ
ખેડબ્રહ્મા તાલુકાનું ગઢડા શામળાજી ગામ ખેડબ્રહ્મા થી આશરે પંદરેક કિલોમીટર દૂર આવેલું છે. ગામ માં પ્રવેશતા નાની ટેકરી પર શામળિયાજી ભગવાન નું પ્રાચીન મંદિર આવેલું છે. દસ અવતારો સાથે ની પ્રાચીન દિવ્ય માન મુર્તિ બિરાજમાન છે. મંદિર ની ઉત્તરે ગામ નું તળાવ અને દક્ષિણ તરફ ધરોઈ બંધ નું પાણી ભરાઈ જતાં ગઢડા શામળાજી ગામ ગોકુળીયા ગામ જેવું લાગે છે. અહીં દર વર્ષે જન્માષ્ટમી નો મોટો મેળો ભરાય છે. અને સાંજે શ્રી કૃષ્ણના જન્મોત્સવ ની પણ ધૂમ ધામ પૂવૅક ઉજવણી કરવામાં આવે છે.
ખેડબ્રહ્મા તાલુકાના લોકો તથા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. આ મંદિરના પ્રવેશદ્વાર પર આરસના બે હાથી મુકવામાં આવતા મંદિરની શોભામાં ઔર વધારો થયેલ છે. આ આરસના હાથી ખેડબ્રહ્માના વતની સ્વ.ચંદુલાલ ભાવસારની યાદમાં હસ્તે અમરીશભાઈ ભાવસાર તથા પરિવારના હસ્તે આરસના બે હાથી અપૅણ કરવામાં આવ્યા હતા. આ શુભ અવસરે સમગ્ર ભાવસાર પરિવાર, જીગ્નેશભાઈ ભાવસાર અને ટ્રસ્ટના પ્રમુખ અને ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. એકવાર આ પ્રાચીન મંદિરના દશૅન કરવાનું ન ભૂલશો.
ધીરુભાઈ ખેડબ્રહ્મા