માણાવદરના મહાદેવીયા મંદિર પાસે ગટરમાંથી પુરુષની લાશ મળી

માણાવદરના મહાદેવીયા મંદિર પાસે ગટરમાંથી પુરુષની લાશ મળી
Spread the love
  • ડ્રાઇવર કમ પોલીસ કોન્સ્ટેબલ ની માનવતાવાદી લાગણી ખુદ પોલીસ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઇ ધીરજલાલ રવૈયા એ ગટરમાંથી ડેડબોડી કાઢી
  • માણાવદર શહેરના મહાદેવીયા મંદિર પાસેની ગટરમાંથી 45 વર્ષ ના પુરૂષની લાશ મળતા ચકચાર મચી છે

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના મહાદેવીયા મંદિર પાસે એક મોટી ખુલ્લી ગટર છે જેમાં કોઇ અજાણ્યા શખ્સ ની લાશ પડી હોવાનું માણાવદર પોલીસ સ્ટેશન માં કોલ આવતા તાત્કાલિક પોલીસ ધટના સ્થળે પહોંચી હતી જે સ્થળે બનાવ બન્યો ત્યાં અનેક નાગરિકો ઉપસ્થિત હતા ત્યારે માણાવદર ના માનવતાવાદી લાગણીશીલ ડ્રાઇવર કમ પોલીસ કોન્સ્ટેબલે માનવતા દાખવતા સૌ કોઇ ભાવ વિભોર બન્યા હતા.

કેમ કે ડેડબોડી ગંદી ગટર માં પડેલ હતી ત્યારે ખુદ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઇ ધીરજલાલ રવૈયાએ પોતાના કપડા ખરાબ થશે તેવી કોઇ બીક રાખ્યા વગર હાલ કોરોના ચેપ લાગશે તેવી બીક રાખ્યા વગર લાશ કાઢવામાં પોતે પણ જોડાયા હતા. નહિ તો બીજા અનેક નાગરિકો ઉભા હતા તેને કહી શકયા હોત કે ડેડબોડી કાઢો પરતું માનવતાવાદી લાગણી ધરાવતા જીજ્ઞેશભાઇધીરજલાલ રવૈયા એ પોતે ડેડબોડી ઉપાડી હતી. હાલ ડેડબોડી મળી તેનું નામ ભીખાભાઇ ગોબરભાઈ સોલંકી (ઉ.વ.45) હોવાનું બહાર આવ્યું છે તેઓ કોઠારીયા નર્સરી માં કામ કરતા હતા કયા કારણોસર મૃત્યુ થયુ તે માટે ડેડબોડી નું પી.એમ. થાય પછી ખબર પડશે હાલ માણાવદર સરકારી હોસ્પિટલમાં ડેડબોડી પહોંચી છે

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20200829-WA0004.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!