ખંભાતના નગરા ગામે કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય મયુર રાવલની ઉપસ્થિતિમાં બેઠક

ખંભાતના નગરા ગામે કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય મયુર રાવલની ઉપસ્થિતિમાં બેઠક
Spread the love

હાલમાં ચાલી રહેલી કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લઈ સરકારશ્રીની ગાઈડ લાઇન મુજબ સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ સાથે આજ રોજ ખંભાત તાલુકાની નગરા જિલ્લા પંચાયતમાં આવતા તમામ બુથ લેવલના કાર્યકર્તાઓની મીટીંગ નગરા કોટેશ્વર મહાદેવ મંદિરે ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી. જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી થયેલ જન વિકાસના કામો તેમજ આગામી દિવસોમાં કરવામાં આવનાર કામો અંગે કાર્યકર્તાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

તદુપરાંત કોરોના મહામારીને કારણે સરકારશ્રીની ગાઈડ લાઇન મુજબ તાલુકા લેવલે સંગઠનની મિટિંગ ન થઈ શકતી હોવાથી કાર્યકર્તાઓ સાથે જિલ્લા પંચાયત સીટ લેવલે સંગઠનની વિસ્તૃત ચર્ચા થઈ શકે તે માટે સંગઠનના હોદ્દેદારો અને બુથ લેવલના કાર્યકર્તાઓ સાથે સંગઠન-સક્રિયતા અંગે વિચારણા કરવામાં આવી.

આ મિટિંગમાં તાલુકા ભાજપ પ્રમુખ ભીખાભાઇ પટેલ, મહામંત્રીઓ ધર્મેન્દ્રભાઈ ભટ્ટ,મહેશભાઈ રાઠોડ, તા.પં. પ્રમુખ જશોદાબેન મકવાણા,કારોબારી ચેરમેન પ્રકાશભાઈ રબારી,જી.પં. સભ્ય બીપીનભાઈ પટેલ,તાલૂકા ભાજપના પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,ચંદ્રકાંતભાઈ રબારી,નટુભાઈ મકવાણા, ગોપાલભાઈ રબારી,મફતભાઈ ઠાકોર,તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ગત ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો,જુદા જુદા ગામના સરપંચશ્રીઓ,સીટમાં આવતા સંગઠનના હોદ્દેદારો તેમજ દરેક ગામના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. સમગ્ર મિટિંગનું સંચાલન સંગઠનના મંત્રી ખોડાભાઈ ભરવાડે કર્યું હતું.

વિપુલ સોલંકી / હરીશ પટેલ

IMG-20200914-WA0047.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!