પંચમહાલ : હાલોલ તાલુકાઓના ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણનું કાર્યક્રમ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 70માં જન્મદિવસ પ્રસંગે ‘સેવા સપ્તાહ’ (14 થી 20 સપ્ટેમ્બર) ના ભાગરુપે આજરોજ ઢિંકવા, વાઘબોડ, બાસ્કા, તરખંડા, મસવાડ, વાંકડિયા, પાલનપુર, ચાંપાનેર, રામેશરા શક્તિકેન્દ્રોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા ચાપરા ગામે વિધવા બહેનોને સાડી ની ભેટ આપી આપના માનનીય વડાપ્રધાનશ્રીની જન્મજયંતીની ઉજવણી ભારતીય જનતા પાર્ટી હાલોલ તાલુકા સંગઠનના પ્રમુખશ્રી, પ્રવીણભાઈ બારીઆ તેમજ હાલોલ તાલુકાના લઘુમતી મોરચના પ્રમુખ ઇકબાલભાઇ કેસરી તેમજ લઘુમતિ મોરચાના ઉપ પ્રમુખ મકરાણી જુબેરઅલી મક્સુદઅલી તેમજ મહામંત્રીશ્રી તથા સંગઠનના અન્ય હોદ્દેદારોશ્રીઓ, તેમજ દરેક મોરચાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જન્મ દિવસ નિમિતે વૃક્ષો વાવીને હરિયાળી લાવાની પહેલ કરવામાં આવી હતી.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)