મોરબીમાં જાહેર સ્થળો પર વિજય રથ દ્વારા કોરોના અંગે લોકોને જાગૃત કરાશે

મોરબીમાં જાહેર સ્થળો પર વિજય રથ દ્વારા કોરોના અંગે લોકોને જાગૃત કરાશે
Spread the love
  • ત્રણ દિવસ સુધી વિજયરથ સમગ્ર જિલ્લામાં ફરીને લોકકલા દ્વારા લોકોને કોરોનાથી બચવાના ઉપાયોની સચોટ જાણકારી અપાશે

મોરબી : રાજ્ય સરકાર દ્વારા લોકોને કોરોનાથી સચેત કરવાની.જાગૃતિ માટે ફાળવેલા કોવિડ 19 વિજયરથનુ ગઈકાલે મોરબીમાં આગમન થઈ ગયું હતું.ત્યારે મોરબીમાં આજે આ વિજયરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.ત્રણ દિવસ સુધી વિજયરથ સમગ્ર જિલ્લામાં ફરીને લોકકલા દ્વારા લોકોને કોરોનાથી બચવાના ઉપાયોની સચોટ જાણકારી આપશે. કોરોનાની જનજાગૃતિ માટે રાજ્ય સરકાર દ્વારા આખા રાજ્ય માટે પાંચથી છ જેટલા કોવિડ 19 વિજયરથ ફાળવવામાં આવ્યા છે અને ચાર-પાંચ જિલ્લા વચ્ચે એક રથ ફાળવવામાં આવ્યો છે. ત્યારે આ એક કોવિડ 19 વિજયરથ ગઈકાલે મોરબી જિલ્લામાં આવી પહોંચ્યો હતો.

આ વિજયરથ આજથી ત્રણ દિવસ સુધી સમગ્ર મોરબી જિલ્લામાં ફરીને ભવાઈ, નાટયકલા દ્વારા લોકોને સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત પહેરવું ,એકબીજા સાથે સીધા સંપર્કમાં ન આવવું સહિતની સૂચનાઓ અને કોરોનાથી બચવાના ઉપાયોની જાણકારી આપશે અને સ્વાસ્થ્ય વર્ધક ગોળીનું વિતરણ કરવામાં આવશે.આજે આ વિજયરથ રથનું પ્રસ્થાન જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આજે આ વિજયરથ મોરબીના જુદાજુદા વિસ્તારોમા ફરી રહ્યો છે અને ત્રણ દિવસ સુધી આ રથ સમગ્ર જિલ્લામાં ફરશે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

15-13-25-bd94c437-fc25-4c16-a3f8-4a16543a8b57-768x576.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!