જૂનાગઢ : તા. 21 થી 30 ઓક્ટોબર સુધી રેશનકાર્ડ ધારકોને વિના મુલ્યે અનાજ વિતરણ
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઘઉં, ચોખા અને ચણા અપાશે
જૂનાગઢ તા. ૨૦ કોરોના વાઇરસની વ્યાપક અસરને ધ્યાને લઇને ઓક્ટોબર-૨૦૨૦ના મહિના માટે સરકારશ્રી દ્વારા જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વધારાના ઘઉં, ચોખા અને ચણાનું એન.એફ.એસ રેશનકાર્ડ ધારકો(નોન એન.એફ.એસ, બીપીએલ સહિત)ને તા.૨૧ થી ૩૦ ઓક્ટોબર એમ ૧૦ દિવસ વિતરણ કરવામાં આવશે. જેમાં ઘઉં, વ્યક્તિ દીઠ ૩.૫ કિલો, ચોખા વ્યક્તિ દીઠ ૧.૫ કિલો અને ચણા કુટુંબદીઠ ૨ કિલો આપવામાં આવશે.
રેશનાકાર્ડના પંદર આંકડા પૈકીના છેલ્લા અંકની તારીખ પ્રમાણે જેમ કે, રેશનકાર્ડના નંબરનો છેલ્લો અંક ૧ હોય તો ૨૧ તારીખ, ૨ હોય તો ૨૨ તારીખ, ૩ હોય તો ૨૩ તારીખ, ૪ હોય તો ૨૪ તારીખ, ૫ હોય તો ૨૫ તારીખ, ૬ હોય તો ૨૬ તારીખ, ૭ હોય તો ૨૭ તારીખ, ૮ હોય તો ૨૮ તારીખ, ૯ હોય તો ૨૯ તારીખ અને ૦ હોય તો ૩૦ તારીખ સુધી વ્યાજબી ભાવની દુકાનેથી અનાજ મેળવી લેવું.
જો કોઇ લાભાર્થીને અનિર્વાય સંજોગોમાં ૧૦ દિવસમાં દુકાન પરથી અનાજ મેળવવાનું રહી જાય તો તેઓએ તા.૩૧-૧૦-૨૦ સુધીમાં વ્યાજબી ભાવની દુકાનેથી મેળવી લેવું. રેશનકાર્ડ ધાકરોએ કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવવા સોશિયલ ડિન્ટન્સીંગનું ચુસ્ત પાલન કરવાનું રહેશે અને ફરજીયાત માસ્ક પહેરી સરકારશ્રીની ગાઇડલાઇન્સનું પાલન કરવા જૂનાગઢ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ