રાજકોટ : સેન્ટ્રલ જેલમાં ઉઠક-બેઠકની રમત રમતા કેદીઓ વચ્ચે ડખ્ખો થયો

રાજકોટ સેન્ટ્રલ જેલમાં છેલ્લા ૧ વર્ષથી ચીલ-ઝડપના ગુનામાં રહેલા હિસ્ટ્રીશીટર લખન બચુ માલાણી ઉ.૨૬ અને અન્ય કેદીઓ ૨ દિવસ પૂર્વે જેલમાં ઉઠક-બેઠકની રમત રમતા હતા. ત્યારે સાથી કેદી પ્રતિમાન અને જીતુએ ઝઘડો કરી મારમાર્યો હતો. આ અંગે સત્તાધીશોને જાણ થતાં ત્રણેય કેદીઓને ઠપકો આપી અલગ કર્યા હતા. જેમાં હિસ્ટ્રીશીટર લખન માલાણીને ગઈકાલે ઉના કોર્ટમાં મુદતમાં લઈ જવાયો હતો. જ્યાં તેણે મેજીસ્ટ્રેટ સમક્ષ સત્તાધીશોએ મારમાર્યો હોવાની રાવ કરી હતી. જેના પગલે લખન માલાણીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)